ટૈરો રાશિફળ : કન્યા રાશિના જાતકો થશે સફળ, મિથુન રાશિના જાતકો કરે અન્નનું દાન

ટૈરો રાશિફળ : કન્યા રાશિના જાતકો થશે સફળ, મિથુન રાશિના જાતકો કરે અન્નનું દાન

મેષ – સંપત્તિના મોટા સોદા થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો. આવકનાં માધ્યમોમાં વધારો થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે.

ઉપાય: આજે માં લક્ષ્મીની ઉપાસના કરો.

વૃષભ – આજે તમને મહત્વપૂર્ણ કાર્યોમાં રસ પડશે. હાથમાં લીધેલા કામ સારી રીતે પાર પાડશો. આજે ધંધામાં નફો થશે, નોકરી કરતાં લોકોને બઢતી મળશે.

ઉપાય: આજે કીડીઓને ખાંડ ખવડાવો .

મિથુન – આજે તમારા ગુસ્સા અને અવાજને નિયંત્રિત કરો. નિયમિત કામગીરી પૂર્ણ ન થતાં અધિકારીઓ તમારું ધ્યાન દોરશે. મગજને શાંત રાખો અને પોતાનું કામ ધ્યાનથી પુર્ણ કરો.

ઉપાય: આજે અન્નદાન કરો.

કર્ક – આજે નવી સિધ્ધિઓથી તમને ખુશી મળશે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધશે. તમને કાર્યમાં સફળતા અને ધંધામાં લાભની તકો મળશે.

ઉપાય: ગાયને પહેલી બનેલી રોટલી ખવડાવો.

સિંહ – આજે સમાજમાં આદર વધશે. તમને કામમાં જરૂરી અને પ્રોત્સાહક માહિતી મળશે. આજે શત્રુઓ સક્રિય રહેશે. તેથી તમારી વાણી નિયંત્રિત કરી સમજી વિચારીને બોલવું.

ઉપાય: આજે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પાણી ભરેલું પાત્ર રાખો.

કન્યા – આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવશે. મુસાફરી, નોકરી, રોકાણ તમામ ક્ષેત્રે સમય અનુકૂળ રહેશે. અચાનક ધન લાભ થઈ શકે છે.

ઉપાય: ભગવાનને લવિંગ અર્પણ કરો.

તુલા – તમારા ખર્ચમાં અચાનક વધારો થશે. કોઈ સાથે વિવાદ ટાળો. સામાજિક અને આર્થિક વ્યવહારમાં સાવચેત રહેવું જરૂરી છે. વિરોધીઓ તમારી છાપ બગાડવાનો પ્રયાસ કરશે. તેથી સાવધાન રહો

ઉપાય: આજે ગુલાબી વસ્ત્ર પહેરો આત્મવિશ્વાસ વધશે.

વૃશ્ચિક – આજે કોઈ પ્રવાસ કે યાત્રાનું આયોજન થશે. જે તમારા માટે મનોરંજક સાબિત થશે. અટકેલા પૈસા પરત મળી શકે છે. પરંતુ કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં. જોખમ ભરેલા કામ આજે કરવાનું ટાળો.

ઉપાય: નાની કન્યાઓને ભોજન કરાવો.

ધન – આજે ધંધો સરસ રીતે લાભકારી સ્થિતિમાં આગળ વધશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને સારા સમાચાર પ્રાપ્ત થશે. આજે તમને જીવનસાથીનો સહયોગ મળશે.

ઉપાય: આજે છાયા દાન કરો.

મકર – આજે તમારા કાર્યસ્થળ પર પરિવર્તન થવાની શક્યતા છે. આજે તમારી યોજનાઓ ફળદાયી રહેશે. નવી તકો તમને પ્રાપ્ત થશે. તકનો લાભ લેવાનું ચુકવું નહીં.

ઉપાય: વાદળી વસ્ત્ર પહેરો.

કુંભ – આજે કાયદાકીય બાબતોમાં તમને નિષ્ણાંત વ્યક્તિની સહાયતા મળશે. કોઈ કામ પાર ન પડતું હોય તો ખોટા જોખમ લઈ શોર્ટકટ અપનાવશો નહીં. ટુંક સમયમાં તમારી સ્થિતિમાં સુધારો આવશે. ધન પ્રાપ્તિનો યોગ છે.

ઉપાય: કોઈ મંદિરમાં ચોખાનું દાન કરો.

મીન – જો તમારો વ્યવસાય વાહનો અને મશીનરી સાથે જોડાયેલો છે તો આજે આ વસ્તુઓના ઉપયોગમાં સાવચેતી રાખવી. શક્ય હોય ત્યાં સુધી વિવાદને ટાળશો. આજે પ્રવાસ થવાના યોગ છે.

ઉપાય: આજે ભગવાનને નારિયેળની બરફી અર્પણ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ