ટૈરો રાશિફળ : મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ હશે ખાસ, જાણો અન્યના હાલ

ટૈરો રાશિફળ : મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ હશે ખાસ, જાણો અન્યના હાલ

મેષ – કાર્ય સંબંધિત સમસ્યાઓ અથવા નિષ્ફળતા બંનેની દ્રષ્ટિએ તમે ધૈર્ય ગુમાવો નહીં તે વાતનું ધ્યાન રાખો. તમારા કાર્ય પ્રત્યેના સમર્પણને લીધે તમે હજી સુધી અસફળ થયા નથી, પરંતુ તમે હજી પણ કામ સંબંધિત બાબતોમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. તમારા વિચારો અને નિર્ણયોમાં થોડી શાંતિ લાવવાની જરૂર છે.

ઉપાય: હનુમાન ચાલીસા વાંચો.

વૃષભ – મનોબળ અને આત્મવિશ્વાસથી કોઈ કાર્ય કરો છો તો તમને તેમાં સફળતા મળશે. પિતા તરફથી તમને લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે. સરકારી કામમાં આર્થિક સફળતા મળી શકે છે.

ઉપાય: સુંદરકાંડ વાંચો.

મિથુન – આજે નવી યોજનાની શરુઆત માટે અનુકૂળ દિવસ છે. તમને સરકારી કામોમાં લાભ મળશે અથવા ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામનું યોગ્ય ફળ મળી શકે છે. ભાઈ-બહેન સાથેના વિવાદો દૂર થઈ શકે છે. વૈચારિક પરિવર્તનની શક્યતાઓ છે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી.

ઉપાય: બજરંગ બાણનો પાઠ કરો.

કર્ક – નકારાત્મક વર્તન અને વિચારોને ટાળો. તમે શારીરિક અને માનસિક સુખાકારીનો અનુભવ કરશો. નિરાશા અને અસંતોષની લાગણીઓને ધ્યાનમાં રાખવી. વાણી ઉપર સંયમ રાખો. વિદેશથી તમને સારા સમાચાર મળશે. અનૈતિક પ્રવૃત્તિથી દૂર રહો.

ઉપાય: મંદિરમાં તેલનો દીવો પ્રગટાવો.

સિંહ – આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઈપણ કાર્ય કરવા માટે તમે ઝડપી નિર્ણય લઈ શકો છો. પિતા તરફથી લાભ મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ઉપાય: ખીચડીનું દાન કરો

કન્યા – અહંકારને તમારા મન પર હાવી થવા ન દો. શારીરિક થાક અને માનસિક તાણ વધી શકે છે. મિત્રો સાથેની કોઈ બાબતમાં તમારું વર્તન ખરાબ ન હોઈ તે વાતનું ધ્યાન રાખો. ક્રોધનું પ્રમાણ વધુ રહેશે. ધાર્મિક કાર્યો પાછળ પૈસા ખર્ચ થઈ શકે છે.

ઉપાય: શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવો.

તુલા- આજે દિવસ શુભ છે. વિવિધ ક્ષેત્રે લાભ થવાની સંભાવના છે. મિત્રો સાથે જોડાવાનું અને મુસાફરી થવાનું પણ શક્ય છે. ઘરમાં બાળકો અને જીવનસાથી તરફથી તમને ખુશી મળશે. સંપત્તિ વધવાની સંભાવના છે.

ઉપાય: નારાયણ કવચ વાંચો.

વૃશ્ચિક- આજે શુભ દિવસ છે. તમારા બધા કામ કોઈપણ અવરોધ વિના કરવામાં પુરા થશે. તમે માન મેળવી શકો છો. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. લાભની તક વધશે.

ઉપાય: ઈષ્ટદેવના મંત્રનો પાઠ કરો.

ધન – કોઈ પણ કાર્ય કરવામાં ઉત્સાહનો અભાવ જણાઈ શકે છે. ચિંતાનો સમય શારીરિક અને માનસિક રીતે વિતાવશો. મનને શાંત કરો અને દિવસ ધીરજ સાથે પસાર કરવો.

ઉપાય: ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો .

મકર – કાર્યાલય અને વ્યવસાયના ક્ષેત્રે પરિસ્થિતિ તમને અનુકૂળ રહેશે. તમે ઓફિસનું કામ સારી રીતે કરી શકશો. વ્યવહારિક અને સામાજિક કામથી ટુકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. મુસાફરીમાં ખાવાપીવાની કાળજી લો. આકસ્મિક ખર્ચમાં વધારો થઈ શકે છે.

ઉપાય: કોઈને આજે ભોજન કરાવો.

કુંભ- સમાજમાં તમારું સન્માન વધશે. વાહનની ખરીદીનો આનંદ મળશે. ભાગીદારીથી લાભ થશે. વ્યાપારી લાભ થશે. જરૂર જણાય ત્યાં ગુરુ જનની સલાહ લેવી. સંબંધોમાં આગળ વધવા માટે સમય સારો છે. ટુંકી મુસાફરી ફાયદાકારક રહેશે.

ઉપાય: શિવ મંદિરમાં દીવો પ્રગટાવો.

મીન – આજે સારો દિવસ છે. આજે તમારું મનોબળ અને આત્મવિશ્વાસ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. દૈનિક કાર્ય સારી રીતે કરી શકશો. સ્પર્ધકો અને શત્રુ સામે વિજય થશો.

ઉપાય: બજરંગ બાણનો પાઠ કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ