આ વર્ષ આવ્યો છે ‘અશ્વિન અધિકમાસ’, 160 વર્ષ પછી થયો છે વિશેષ સંયોગ, જાણી લો આખા મહિનાના શુભ મૂહુર્તો

આ વર્ષ આવ્યો છે ‘અશ્વિન અધિકમાસ’, 160 વર્ષ પછી થયો છે વિશેષ સંયોગ, જાણી લો આખા મહિનાના શુભ મૂહુર્તો

ખગોળશાસ્ત્ર અનુસાર સૂર્ય 30.44 દિવસમાં એક રાશિને પાર કરી લે છે. અને આ સૂર્યનો સૌર મહિનો છે. આવા બાર મહિનાનો સમય જે 365.25 દિવસનો હોય છે. તેને કહેવાય એક સૌર વર્ષ. ચંદ્રમાંનો મહિનો 29.53 દિવસનો હોય છે. જેનાથી ચંદ્ર વર્ષમાં 354.36 દિવસ જ હોય છે. આ અંતર 32.5 મહિના પછી આ એક ચંદ્ર મહિનાના બરાબર થઈ જાય છે. આ સમયને સમાયોજિત કરવા માટે દરેક ત્રીજા વર્ષે એક અધિકમાસ હોય છે. એક અમાસથી બીજી અમાસની વચ્ચે ઓછામાં ઓછુ એક વાર સૂર્યની સંક્રાંતિ થાય છે. આ પ્રાકૃતિક નિયમ છે. જ્યારે બે અમાસની વચ્ચે કોઈ સંક્રાંતિ નથી હોતી. તો એ મહિનો વધેલો એટલે કે અધિકમાસ હોય છે. આ વખતે આસો મહિનામાં અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઇને 16 ઓક્ટોબર સુધી ચાલશે.

image source

આપણી હિન્દુ સંસ્કૃતિમાં પુરુષોત્તમ મહિનાનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. આ દરમિયાન ભક્તિ, કિર્તન, દાન, પુણ્ય અને વ્રત કરવાની આપણે ત્યાં પંરપરા છે. સાદી ભાષામાં કહીએ તો આપણે જે રીતે કેલેન્ડરમાં લીપ ઈયર ઉજવીએ છીએ એ જ રીતે હિંદુ સંસ્કૃતિ પ્રમાણે અધિક માસ ઉજવવામાં આવે છે. આ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની ગણિતીક પ્રક્રિયા છે. આ મહિનાને મલિનમાસ પણ કહેવાય છે.

image source

સામાન્ય રીતે જોવા જઈએ તો આ સમય દરમિયાન નામકરણ, જનોઈ, લગ્ન, અન્ય ધાર્મિક કાર્ય, હવન વગેરે જેવા કોઈ કાર્ય કરવામાં આવતા નથી અને માત્ર પુરુષોતમ ભગવાનનું ભજવ કિર્તન જ કરવામાં આવે છે. એમાં પણ આ વર્ષે તો લીપ વર્ષ અને આશ્વિન અધિકમાસ બંને સાથે આવ્યાં છે. એમાં પણ એક ખુબ મોટો સંયોગ છે. કારણ કે આશ્વિન અધિકમાસ 19 વર્ષ પહેલા 2001માં આવ્યો હતો. આ પહેલા લીપયરની સાથે અશ્વિન અધિકમાસ 160 વર્ષ પહેલાં 2 સપ્ટેમ્બર 1860માં આવ્યો હતો.

image source

જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિકમાસ કે મલમાસ આવે છે. એટલે કે વધારાનો 13મો મહિનો. સૌર વર્ષ 365.24 દિવસનું હોય છે, જ્યારે કે ચંદ્ર વર્ષ 354.32 દિવસનું હોય છે. આ રીતે બંનેના કેલેન્ડર વર્ષમાં 10.87 દિવસનો ફરક છે અને ત્રણ વર્ષમાં આ અંતર એક મહિનાનું થઈ જાય છે.

image source

આ વખતે અધિક માસમાં 15 દિવસ શુભ યોગ રહેશે. શુક્રવાર, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં શરૂ થઇ રહેલાં અધિક માસના છેલ્લાં દિવસે 17 ઓક્ટોબર સુધી ખાસ મુહૂર્ત અને યોગ બની રહ્યા છે. અધિક માસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ 9 દિવસ, દ્વિપુષ્કર યોગ 2 દિવસ, અમૃતસિદ્ધિ યોગ 1 દિવસ અને પુષ્પ નક્ષત્ર 2 દિવસ સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર પણ રવિ અને સોમ પુષ્ય રહેશે.

image source

અધિકમાસની શરૂઆત 18 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ નામના શુભ યોગમાં થશે. આ દિવસ ઘણો શુભ રહેશે. અમૃતસિદ્ધિ યોગ અંગે જ્યોતિષ ગ્રંથોની માન્યતા છે કે, આ યોગમાં કરેલાં કાર્યોનું શુભ ફળ દીર્ઘકાલીન હોય છે. 2 ઓક્ટોબર 2020ના રોજ અમૃત સિદ્ધિ યોગ રહેશે. અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યો છે. 10 ઓક્ટોબરના રોજ રવિ પુષ્ય અને 11 ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ એવી તારીખ રહેશે જ્યારે કોઇપણ જરૂરી શુભ કામ કરી શકાય છે. આમ, આ અધિકમાસમાં 15 શુભ યોગ રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,