અધિક માસની શરૂઆત થઇ ગઈ છે જાણો તમારી રાશિ પ્રમાણે શું ખરીદવું રહેશે તમારી માટે શુભ…

શુભ યોગમાં થાય છે અધિક માસની શરુઆત, રાશિ પ્રમાણે જાણીશું શું ખરીદવું રહેશે આપના માટે ફાયદાકારક.

તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ શુક્રવારના દિવસથી અધિક માસની શરુઆત થઈ ગઈ છે. આ માસમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે છે. હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પુરુષોત્તમ માસ દરમિયાન આપ જે કઈપણ કરો છો, તે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરીને કરો. જાપ, પૂજા, વ્રત, દાન કરવાથી લઈને કોઈ વસ્તુ ખરીદવા સુધી આપ બધા જ કાર્ય ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરો છો, તો આ આપણા વૈભવમાં વધારો કરનાર સાબિત થાય છે. અધિક માસમાં રાશિ પ્રમાણે ખરીદી પણ કરી શકાય છે. હવે જાણીશું રાશિ મુજબ આપના માટે કઈ વસ્તુ ખરીદવાનું સારું રહેશે..

-મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ: સંપત્તિમાં રોકાણ કરવું, ઔઝાર ખરીદવા, કોઈ મશીનરી ખરીદવી, વાહન ખરીદવું જેવી વસ્તુઓ આ બંને રાશિના જાતકોએ ખરીદવી જોઈએ.

-ધનુ રાશિ અને મીન રાશિ: સોનાના દાગીના, નવા કપડા અને અભ્યાસ અને ભણતરને સંબંધિત સામગ્રીઓ આ બંને રાશિના જાતકોએ ખરીદવી ફાયદાકારક થઈ શકે છે.

-કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોએ અધિક માસ દરમિયાન નવા કપડા, ચાંદીના દાગીના, વાસણ અને આરઓ વગેરે જેવી વસ્તુઓ ખરીદવી લાભકારક સાબિત થઈ શકે છે.

-મકર રાશિ અને કુંભ રાશિ: આ બંને રાશિના જાતકોએ લોખંડની સામગ્રી, મશીનરી, ઔજાર અને શ્રમ ક્ષેત્ર સાથે જોડાયેલ વસ્તુઓની ખરીદી કરવી આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

-મિથુન રાશિ અને કન્યા રાશિ: આ બંને રાશિના જાતકોએ અધિક માસ દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, સંચાર સંબંધિત, ગણિત વિષયને સંબંધિત વસ્તુઓ ખરીદવી આપના માટે લાભકારક સાબિત થઈ શકે છે.

-સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોએ આધ્યાત્મિક સામગ્રી, રોજીંદા જીવનની જરૂરિયાતની વસ્તુઓ, વાહન અને મશીનરી ખરીદવાથી ફાયદો થઈ શકે છે.

-વૃષભ રાશિ અને તુલા રાશિ: આ બંને રાશિના જાતકોએ આપના વૈભવ વધારનાર વસ્તુઓ, રત્ન, નવા કપડા અને ઘરેણાઓ વગેરે વસ્તુઓ ખરીદવાથી આપને લાભ થઈ શકે છે.

શુભ યોગમાં અધિક માસની શરુઆત:

આ વર્ષે અધિક માસની શરુઆત શુક્રવારના દિવસથી થઈ રહી છે, શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીનો દિવસ છે. તે સમયે ઉત્તરફાલ્ગુન નક્ષત્ર રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં ઉત્તર ફાલ્ગુન નક્ષત્ર ખુબ જ ઝડપથી ફળ આપનાર માનવામાં આવે છે. ઉત્તર ફાલ્ગુન નક્ષત્રમાં મહિનાની શરુઆત શુભ અને શીધ્ર ફળ આપનાર રહેશે. ઉત્તર ફાલ્ગુન નક્ષત્ર આપના સમ્માન અને સમૃદ્ધિમાં પણ ઝડપથી વૃદ્ધિ કરે છે, પરંતુ જો આપ કોઈ ખોટા કામ કરો છો તો તેના ખરાબ પરિણામ પણ આપને એટલી જ ઝડપથી મળે છે. અધિક માસ દરમિયાન કરવામાં આવેલ વૈભવ સંબંધિત કાર્ય ઘણા ઝડપથી પરિણામ આપનાર હોય છે.

ધન, સંતાન સુખ સહિત બધો જ વૈભવ આપે છે પુરુષોત્તમ માસ.:

અધિક માસ એ શ્રેષ્ઠ સમયમાં ગણવામાં આવે છે જયારે આપણે ભગવાનની નજીક જવાના પ્રયત્નોમાં ઝડપ લાવી શકીએ છીએ, સ્વાધ્યાય અને સ્વભાગવત પરિવર્તનોથી પોતાનીજાતને પરમશક્તિની પાસે લઈને જઈ શકે છે. પુરાણમાં કહેવામાં આવ્યું છે કે,

અર્થાત:

પુરુષોત્તમ માસમાં નિયમમાં રહીને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તિપૂર્વક તે ભગવાનની પૂજા કરનાર અહિયાં ધન, પુત્ર વગેરે સુખ ભોગવીને મૃત્યુ પછી ભગવાનના દિવ્ય ગોલોકમાં નિવાસ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ