આ દિવસથી શરુ થવા જઈ રહ્યો છે વૈભવ આપતો અધિક આસો માસ.
ધર્મગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે, અધિક માસ દરમિયાન જાપ, તપ, વ્રત અને દાન કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે, આ અજેય પુણ્ય છે.
તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજથી અધિક આસો માસની શરુઆત થઈ રહી છે. અધિક માસ દર ત્રણ વર્ષે એક વખત આવે છે પરંતુ ૧૯ વર્ષ પછી હવે અધિક આસો માસ આવી રહ્યો છે એટલે કે આ વર્ષે બે આસો માસ આવવાના છે. આની પહેલા વર્ષ ૨૦૦૧ દરમિયાન અધિક આસો માસ આવવાનો સંયોગ બન્યો હતો.

અધિક આસો માસ દરમિયાન ઘણા બધા દુર્લભ યોગ પણ બની રહ્યા છે જે આપના વૈભવમાં વૃદ્ધિ કરનાર રહી શકે છે. સામાન્ય રીતે અધિક માસમાં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણના પૂજાપાઠ કરવાનો માસ છે. પરંતુ આસો માસ હોવાના લીધે આસો માસ લક્ષ્મી દેવીની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો પણ માસ છે. આવી રીતે અધિક આસો માસ દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની પૂજાપાઠ કરવાનો છે.

આસો માસની પુનમની તિથિના રોજ લક્ષ્મી દેવી પૃથ્વી પર આગમન કરે છે. આ દિવસને આપણે શરદ પુનમ કહીએ છીએ. જેના લીધે આસો માસને દેવી લક્ષ્મીની પૂજાપાઠ કરવાનો માસ માનવામાં આવે છે. હિંદુ ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે, અધિક માસ દરમિયાન કરવામાં આવેલ જાપ, તપ, વ્રત અને દાન આપને અક્ષય ફળ અપર્ણ કરે છે. આસો માસમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરેલ કાર્યો પણ આપને અક્ષય ફળ આપે છે.
અધિક આસો માસના પહેલા દિવસે જ સમૃદ્ધિ આપનાર અને શુભ યોગ પણ છે.

અધિક આસો માસ શુક્રવારના દિવસથી શરુ થાય છે. શુક્રવારના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેવાનો છે. કાશીના પંડિત એસ. એલ. ત્રિવેદીના જણાવ્યા મુજબ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આપને ત્વરિત ફળ આપનાર હોય છે. આ નક્ષત્ર અધિક આસો માસની શરુઆત શુભ અને ત્વરિત આપનાર રહે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સન્માન અને સમૃદ્ધિમાં પણ ઝડપથી વધારો થાય છે. અધિક આસો માસમાં ધન- વૈભવ સાથે જોડાયેલ કાર્ય ઘણા જલ્દી પરિણામ આપનાર રહી શકે છે.
આ સમયે શુક્લ નામનો યોગ પણ બની રહ્યો છે. શુક્લ યોગ પોતાના નામની જેમ જ પ્રકાશ અને શીતળતા પ્રદાન કરે છે. આ અધિક આસો માસ દરમિયાન સોના- ચાંદીથી લઈને મશીન અને વાહનની ખરીદી કરવા માટેના પણ ઘણા બધા શુભ મુહુર્ત અને શુભ યોગ પણ બની રહ્યા છે.

આખા માસ દરમિયાન ઘણીવાર શુભ યોગ આવી રહ્યા છે.
અધિક આસો માસના બીજા દિવસે તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ દ્વીપુષ્કર યોગ બની રહ્યો છે. તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સ્વાતિ નક્ષત્ર, તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ વિશાખા નક્ષત્ર બની રહ્યા છે. જયારે તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ સ્વાર્થસિદ્ધિ યોગ અને તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ કમલા અગિયારસ આવે છે. કમલા અગિયારસ દેવી લક્ષ્મીનો દિવસ કહેવામાં આવે છે. તેમજ અગિયારસનો દિવસ ભગવાન વિષ્ણુને ખુબ પ્રિય પણ છે.

વૈભવ- સમૃદ્ધિ કેવી રીતે આપે છે અધિક આસો માસ.
અધિક આસો માસને હિંદુ ગ્રંથોમાં વ્યાજનો સમય કહેવામાં આવે છે. અધિક માસને વર્ષના ૧૨ માસમાં વધારાનો મળતો સમય છે. અધિક માસને પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સંસારના સંચાલક માનવામાં આવ્યા છે ભગવાન વિષ્ણુ ગૃહસ્થોને જ પૂર્ણ વૈભવ અને સમૃદ્ધિ આપે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,