પદ્મિની અગિયારસ ૨૦૨૦: તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પદ્મિની અગિયારસ, જાણીએ મુહુર્ત અને પારણાનો સમય.

પદ્મિની અગિયારસ ૨૦૨૦: તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પદ્મિની અગિયારસ, જાણીએ મુહુર્ત અને પારણાનો સમય.

હિંદુ ધર્મના ધાર્મિક વર્ષ દરમિયાન સામાન્ય રીતે ૧૨ માસ આવે છે પરંતુ અંદાજીત પ્રત્યેક ત્રણ વર્ષે એકવાર અધિક માસ આવે છે. એનો અર્થ એવો થાય છે કે, ત્રણ વર્ષ પછી એકવાર બે અગિયારસ વધારે આવે છે આ બે અગિયારસ માંથી એક અગિયારસનું વિશેષ મહત્વ છે આ અગિયારસને પદ્મિની અગિયારસના નામથી જાણવામાં આવે છે. આજે અમે પાને પદ્મિની અગિયારસ વિષે કેટલીક જાણકારીઓ આપીશું.

હિંદુ ધર્મમાં અગિયારસની તિથિનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે આ સાથે જ અગિયારસની તિથિને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. પંચાગમાં જણાવ્યા મુજબ પદ્મિની અગિયારસનું વ્રત અધિક માસ કે પછી મલમાસ દરમિયાન આવે છે. આવામાં અધિક આસો માસના શુક્લ પક્ષની અગિયારસને પદ્મિની અગિયારસનું વ્રત કરવામાં આવે છે. પદ્મિની અગિયારસને અધિક માસની અગિયારસ પણ કહેવામાં આવે છે.

image source

આ વર્ષે પદ્મિની અગિયારસ તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ રવિવારના રોજ આવી રહી છે.:

વર્ષ દરમિયાન આવતી તમામ અગિયારસની જેમ પદ્મિની અગિયારસને પણ જગતના પાલનહાર શ્રી વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ પદ્મિની અગિયારસના મહત્વ વિષે જણાવ્યું હતું. તો આજે અમે આપને આ પદ્મિની અગિયારસની પૂજા વિધિ, મુહુર્ત અને પારણા કરવાના સમય વિષે આપને જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ..

image source

અધિક આસો માસના શુક્લ પક્ષની અગિયારસ તિથિની શરુઆત તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ શનિવારના દિવસે સવારે ૬:૨૯ વાગે શરુ થઈ રહી છે જે તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ રવિવારના દિવસે સવારના ૭:૧૬ વાગ્યા સુધી રહેશે. આવામાં આપને પદ્મિની અગિયારસનું વ્રત તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ રવિવારના દિવસે કરવું વધારે યોગ્ય છે. પદ્મિની અગિયારસનું વ્રત કરનાર જાતકોએ બીજા દિવસે એટલે કે બારસના દિવસે સવારે સૂર્યોદય થયા પછી પારણા કરીને વ્રતને પૂરું કરવું જોઈએ.

image source

પદ્મિની અગિયારસ વ્રતના પારણાનો સમય તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ સોમવારના દિવસે સવારે ૬:૧૯ વાગ્યા થી લઈને સવારના ૮:૨૮ વાગ્યા સુધીના સમય દરમિયાન છે. આપે આ સમયની મધ્યમા પદ્મિની અગિયારસ વ્રતના પારણા કરી લેવા જોઈએ. બારસની તિથિના સમાપનનો સમય ૮:૨૮ વાગ્યાનો છે. આપે પદ્મિની અગિયારસ વ્રતના પારણા બારસની તિથિના સમાપ્ત થાય તેની પહેલા પારણા કરી લેવા જોઈએ. પદ્મિની અગિયારસ વ્રત કરવાથી વ્યક્તિને કીર્તિ પ્રાપ્ત થાય છે એટલું જ નહી પદ્મિની અગિયારસ વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી પણ ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ