જો તમે અપનાવશો આ 6 ઉપાયો, તો દેવું પૂરું કરવામાં નહિં પડે કોઇ તકલીફ અને નહિં આવે કોઇ સંકટ

કર્જ ચુકવવામાં પડી રહી છે મુશ્કેલીઓ, કેટલાક ઉપાય કરવાથી આપની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. ચાલો જાણીએ..

મનુષ્ય જીવન દરમિયાન મુશ્કેલીઓ ગમે ત્યારે આવી જાય છે તેમાં પણ ખાસ કરીને આર્થિક સંકટ વ્યક્તિના જીવન દરમિયાન ઘણી વાર પરિક્ષાઓ લેતી હોય છે. વ્યક્તિ પોતાના જીવનમાં આવી પડેલ આર્થિક સંકટને દુર કરવા માટે કે પછી પોતાની આવકના સ્ત્રોત વધારવા માટે કર્જ લેતા હોય છે. જો વ્યક્તિના આયોજન મુજબ કામકાજ ચાલે છે તો કર્જ ચૂકવી દેવામાં કોઈ તકલીફ નથી આવતી પરંતુ જયારે કર્જ લઈ લીધા પછી પણ જો આપના કામ આપના ધાર્યા મુજબ નહી થાય કે પછી અન્ય કોઈ સંકટ આવી પડે છે તો વ્યક્તિની મુશ્કેલીઓમાં ઘણો વધારો થઈ જાય છે અને કર્જ ઉતારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

image source

ઘણીવાર કર્જનું ભારણ વ્યક્તિ પર એટલું બધું વધી જાય છે કે, વ્યક્તિની ઊંઘ હરામ કરી નાખે છે. પરંતુ હિંદુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો આપ કર્જની લેવડ- દેવડ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો આપ કર્જના ભાર માંથી પોતાને બચાવી શકો છો. હવે જાણીશું કર્જ ચુકવવા માટે પડતી મુશ્કેલીઓને દુર કરવા માટેના ઉપાયો વિષે…

ઉપાયો :

image source

-શાસ્ત્રોની માન્યતા મુજબ અઠવાડિયામાં આવતા અન્ય દિવસો કરતા બુધવારના દિવસે લોન કે પછી કર્જ લેવામાં આવે છે તો બુધવારે લેવામાં આવેલ લોન અને કર્જને ચુકવવામાં નહિવત તકલીફો આવે છે. ઉપરાંત કર્જ કે પછી લોનને ચુકવણી કરવા માટે શક્ય હોય તો આપે મંગળવાર દિવસ જ પસંદ કરવો જોઈએ કેમ કે, મંગળવારના દિવસને અઠવાડિયાના અન્ય દિવસો કરતા સૌથી વધારે શુભ દિવસ માનવામાં આવે છે.

-જો આપે લીધેલ લોન કે પછી ઉધાર લીધેલ પૈસાને પાછા આપવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો આપે મંગળવારના રોજ લાલ મસૂરની દાળનું દાન કરવું જોઈએ. આ સાથે જ આપે હનુમાનજી મંદિરે જઈને શ્રીફળનું દાન કરવું જરૂરી માનવામાં આવે છે.

image source

-આપે આપના ઘરના મુખ્યદ્વાર પર લીલા રંગના ભગવાન ગણેશજીનો ફોટો લગાવવો જોઈએ. આ ફોટો આપે મુખ્યદ્વાર પર બંને બાજુ અંદર અને બહાર લગાવવો જોઈએ. આ સાથે જ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઘરના ઈશાન ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો.

-જો આપને કર્જ માંથી જલ્દી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આપે બુધવારના દિવસે સવા પા મગને બાફી લેવા ત્યાર બાદ તેમાં ઘી ભેળવીને ગાયને ખવડાવી દો. આ ઉપાયને આપે અઠવાડિયે બુધવારના દિવસે કરવાનો રહેશે.

image source

-આપે દર અઠવાડિયામાં મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનું પઠન કરવું. આ સાથે જ મંગળવાર કે પછી શનિવારના દિવસે હનુમાનજીના ચરણોમાં તેલ અર્પણ કરવું અને સિંદુર ચડાવવું ત્યાર બાદ આપે આપના મસ્તક પર એ જ સિંદુરનું તિલક કરવું.

-આપે હિંદુ માસના શુક્લ પક્ષમાં આવતા બુધવારના દિવસે ગણેશ સ્ત્રોતનું પઠન કરવાનું શરુ કરી દેવું જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ