વસ્તુ શાસ્ત્ર કહે છે કે આ વસ્તુઓ ક્યારેય કોઈ પાસેથી લેવી નહિ અને કોઈને આપવી પણ નહિ..

વસ્તુ શાસ્ત્રમાં અનેક નીતિ નિયમો અને માર્ગો દર્શાવવામાં આવ્યા છે, જે આપણા જીવનમાં સકારાત્મક પ્રભાવ લાવવા માટે માર્ગદર્શક બને છે. ઉર્જા એટલે કે શક્તિ વિશે વાત કરીએ તો તમે જરૂર સાંભળ્યું હશે કે આ સકારાત્મક અને નાકારત્મ્ક એમ બંને પ્રકારની હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આ અંગે વિસ્તાર પૂર્વક જણાવવામાં આવ્યું છે. વસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉર્જાનો જીવન પર ગહન પ્રભાવ હોય છે. એટલું જ નહિ વાસ્તુમાં એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે જે કોઈને આપવા અથવા લેવા પહેલા બરાબર વિચાર કરી લેવો જોઈએ. જો કોઈ પાસેથી ઉધારમાં કોઈ વસ્તુ લેવી છે તો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઉધારમાં લીધેલી આ વસ્તુઓ જીવનને અસંતુલિત કરી શકે છે.

કોઈને પોતાના કપડા આપવા પણ ન જોઈએ

image source

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા કોઈના કપડા પહેરવા જોઈએ નહિ અને કોઈને પોતાના કપડા આપવા પણ ન જોઈએ. કહેવાય છે કે બીજાના કપડા પહેરવાથી એમની નેગેટીવ એનર્જી આપણા અંદર પ્રવેશ કરે છે. પરિણામે હંમેશા બીજાના કપડા પહેરવાથી બચવું જોઈએ. જો કે જો ક્યારેક કોઈ જરૂરી કામ માટે અથવા કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો તો ભૂલીને પણ બીજાના કપડા ન પહેરો. આમ કરવાથી એ વ્યક્તિનું દુર્ભાગ્ય પણ આપણી સાથે આવે છે. એનાથી થનારા કાર્યમાં પણ વિઘ્ન આવે છે અને સાથે જ એનાથી માનસિક ચિંતામાં પણ વધારો થાય છે.

ભૂલથી પણ પોતાનો શંખ કોઈને આપશો નહિ

image source

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શંખ એ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે, એટલે ક્યારેય પોતાનો શંખ કોઈને આપો નહિ અને કોઈ જોડેથી શંખ લેશો પણ નહિ. એવું માનવામાં આવે છે કે, જયારે તમે પોતાનો શંખ કોઈને આપો છો તો આ સાથે જ તમે તમારા જીવનની સંપતી પણ એને આપી દો છો. એમ કરવાથી લક્ષ્મી માતા રિસાઈ જાય છે. એટલે ક્યારેય ભૂલથી પણ પોતાનો શંખ કોઈને આપશો નહિ. જો કે ક્યારેક કોઈ એવી સ્થિતિ આવે અને તમારે શંખ કોઈકને આપવો પડી જાય તો પાછો આવે ત્યારે એનો પ્રયોગ ગંગાજળથી ધોઈને જ કરો. નહિ તો જીવનમાં એક સાથે ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

કલમ લીધી હોય તો એને તરત પાછી આપી દો

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ જો કોઈ તમારી પાસે કલમ માંગે અથવા તમે કોઈ પાસે લીધી છે, તો એને તરત જ પાછી આપી દેવી જોઈએ. જો કે અનેક વાર એવું થાય છે કે આપણે કોઈ પાસેથી કલમ લઈ લઈએ છીએ અને પછી એને પાછી નથી આપતા. જો કે આમ કરવું વસ્તુ શાસ્ત્ર પ્રમાણે યોગ્ય નથી. આમ કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓમાં વધારો થાય છે. આ સાથે જ રોકાણ અંગેની બાબતોમાં પૈસાનું નુકશાન પણ થઇ શકે છે. પરિણામે આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે જો કોઈ પણ વ્યક્તિ જોડેથી કામ માટે કલમ લેવી પડી જાય તો કામ પૂર્ણ થયા પછી તરત જ કલમ પાછી આપી દેવી જોઈએ.

કોઈ પણ વસ્તુ બીજા સાથે ન વહેચો

image source

વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ અન્ય વ્યક્તિએ બીજા કોઈ વ્યક્તિના બેડરૂમનો ઉપયોગ કરવો જોઈએ નહિ. એવી માન્યતા છે કે આમ કરવાથી વાસ્તુ દોષમાં વધારો થાય છે. એનાથી વ્યક્તિના જીવનમાં દરેક બાજુ નિરાશા આવતી હોય છે. સાથે જ પૈસા સંબંધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જો કે એવું પણ કહેવામાં આવે છે કે ઘણીવાર તો એવી સ્થિતિ પણ ઉભી થઇ જાય છે કે, બીજા જોડેથી લીધેલ લોન ચુકવવા માટે પણ પૈસા રહેતા નથી અને મુશ્કેલીઓ વધતી જાય છે. દિવસેને દિવસે આર્થિક સ્થિતિ ખરાબ થઇ જાય છે, કાર્યક્ષેત્ર હોય એ પછી પરિવાર દરેક જગ્યાએ વાળ અને વિવાદ થાય છે એટલે કે આ પ્રકારની ભૂલોથી જીવન અનસ્ટેબલ થઇ જાય છે.

Source: NavBharat Times