દક્ષિણ દિશાનો દરવાજો આ લોકો માટે સાબિત થાય છે સૌથી ખરાબ, જાણો અને બદલો નહિં તો પૈસા થવા લાગશે ઘરમાંથી ખાલી

બસ આ લોકો માટે સારો નથી હોતો દક્ષિણ દિશામાં દરવાજા.

વાસ્તુ શાસ્ત્રમાં ગૃહ નિર્માણ કાર્યને સંબંધિત ઘણા બધા નિયમો વિષે જાણકારી વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી છે. આજે અમે આપને ખાસ કરીને આપના ઘરની દક્ષિણ દિશા વિષે કેટલીક બાબતો જણાવીશું જેમ કે, સામાન્ય રીતે દક્ષિણ દિશાને મૃત્યુના દેવતા યમરાજની દિશા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ જયારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તે વ્યક્તિને ઘરની દક્ષિણ દિશા તરફ પગ કરીને સુવડાવવામાં આવે છે.

image source

જેથી કરીને વ્યક્તિના શરીરમાં રહી ગયેલ જીવાંશ સહેલાઈથી શરીર માંથી બહાર નીકળી શકે. સામાન્ય રીતે ઘરના નિર્માણ સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશા તરફ બનાવવામાં આવે નહી. તેના વિષે કેટલાક કારણો છે જેનો ઉલ્લેખ આપને વાસ્તુ શાસ્ત્રમાં મળી શકે આજે અમે આપને આવી જ કેટલીક બાબતો જણાવીશું.

image source

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ દક્ષિણ દિશાનો વિસ્તાર ૧૫૭.૫ અંશ થી ૨૦૨.૫ અંશ સુધી હોય છે. દક્ષિણ દિશાનો સ્વામી મંગળ ગ્રહ હોય છે. દક્ષિણ દિશા પર મૃત્યુના દેવતા યમરાજનું અધિપત્ય માનવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલ નિયમો મુજબ આ નિયમમાં જેટલા ભારે અને ઊંચા નિર્માણ કરવામાં આવે છે એટલા જ નિર્માણ શ્રેષ્ઠ રહે છે.

image source

જ્યોતિષાચાર્ય પંડિત શિવકુમારના જણાવ્યા મુજબ દક્ષિણ દિશા સ્થાયિત્વ આપનાર દિશા માનવામાં આવે છે. ઘરની દક્ષિણ દિશામાં ઘરના સ્વામીનો બેડરૂમ, સ્ટોર રૂમ, જીમ, શૌચાલય, ભારે વસ્તુઓ જેમાં તિજોરી, ફેક્ટરીમાં ભારે મશીનરી, ઓફીસના જુના રેકોર્ડ રાખવા માટે વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ દિશાને યોગ્ય જણાવવામાં આવી છે. ઘરની દક્ષિણ દિશામાં પરિવારની જે વધારે રહેશે પરિવારમાં તે વ્યક્તિનો દબદબો યથાવત રહે છે. એટલા માટે પરિવારમાં માતા- પિતા જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી પુત્રના રૂમ ઘરની દક્ષિણ દિશામાં હોવા જોઈએ નહી.

image source

ઘરની ઉપરની તરફ પણ વધારે અને ઉંચાઈ વાળા નિર્માણ માટે દક્ષિણ દિશાને જ ઉત્તમ દિશા રહે છે. જો આપનું ઘર જુનું છે અને ઘરની ઉપરની તરફ દક્ષિણ દિશામાં ખાલી જગ્યા છે તો આપે દક્ષિણ દિશામાં કપિ ધ્વજ લગાવી દેવો જોઈએ. કેટલીક વ્યક્તિઓ માટે દક્ષિણ દિશામાં દરવાજો બનાવવું અશુભ માનવામાં આવે છે, પરંતુ આ બાબત યોગ્ય છે નહી.

image source

દક્ષિણ- પશ્ચિમ દિશામાં દરવાજો બનાવવો એ ઘરના ગૃહ સ્વામી માટે અશુભ હોય છે જેમનું મુલાંક કે પછી ભાગ્યાંક ૯ હોય છે. એટલે કે, જે ઘરના ગૃહ સ્વામીનો જન્મ વર્ષના કોઈ પણ મહિનામાં આવતી તા. ૯, ૧૮, ૨૭ તારીખના રોજ થયો હોય છે. જયારે જન્મ કુંડળીમાં જો મંગળ ઉત્તમ અવસ્થામાં છે તો તેવી વ્યક્તિઓ માટે ઘરના દરવાજાનું દક્ષિણ દિશા બનાવવું ખુબ જ શુભ હોય છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.