એક વાર જો કરી લેશો આ દ્વિમુખી ગણેશના દર્શન, તો દરેક મનોકામના થઇ જશે અઠવાડિયામાં જ પૂરી

ગણેશ ચતુર્થી: દશપુરમાં વિરાજિત છે દેશની એક માત્ર અદ્વિતીય ભવ્ય દ્વિમુખી ભગવાન ગણેશ.

મંદસૌર જીલ્લાની પ્રાચીન અને ઐતિહાસિક ધાર્મિક નગરી દશપુરની ઓળખ દેશની એકમાત્ર અદ્વિતીય ભવ્ય દ્વિમુખી ભગવાન ગણેશજીની પ્રતિમાના કારણ પણ છે. ગણપતિ ચૌક જનકુપુરામાં આવેલ આ દુર્લભ પ્રતિમા પાષાણ યુગની છે. સાત ફૂટ ઉંચી ગણપતિની ઉભી મુદ્રા વાળી આ અપ્રિતમ નયનાભિરામ પ્રતિમાનું સ્વરૂપ અત્યંત જ સુંદર અને કલાત્મક છે. પ્રતિમાની આગળના ભાગમાં પંચસુંઢીરૂપમાં અને પાછળના સ્વરૂપ શ્રેષ્ઠી (સેઠ)ની મુદ્રાને પ્રદર્શિત કરે છે. મસ્તક પર સેઠ સમાન પાઘડી અને શરીર પર બંડી પહેરેલ આકૃતિ છે, આગળ અને પાછળ બંને મુખોની પુજાના વિધાન પણ અલગ અલગ છે. આ અનોખી પ્રતિમાના દર્શન માટે દુર દુરથી અનેક દર્શનાર્થી આવે છે.

 Ganaptiji Mandir Mandsaur
image source

શ્રી દ્વિમુખી ચિંતાહરણ ગણપતના નામથી વિખ્યાત આ પ્રતિમાનો જ્ઞાત ઈતિહાસ લગભગ ૯૦ વર્ષ જુનો છે. જો કે, પ્રતિમાના પ્રસ્તર આભા મંડળ પ્રાચીન શિલ્પના ઉત્કૃષ્ટ અને સર્વોત્કૃષ્ટ સ્વરૂપ પ્રદર્શિત કરે છે, આ રીતે પ્રતિમાનો ઈતિહાસ અર્વાચીન પણ હોઈ શકે છે. પ્રતિમાનું પ્રાકટ્ય સ્થળ નાહર સૈય્યદ દરગાહની પહાડી પર આવેલ તળાઈ છે.

image source

લોકકથામાં જણાવ્યા મુજબ, સ્થાનિક નિવાસી મુલચંદ સ્વર્ણકારને સપનામાં આ સ્થાન પર પ્રતિમા હોવાનો આભાસ થયો, આ કોઈ દંતકથા નથી, પણ સ્પષ્ટ તથ્ય છે. આ સ્વપ્નની પુષ્ટિ માટે મુલચંદએ જયારે તે સ્થાન પર જઈને જોવે છે તો પથ્થરોમાં દબાયેલ આ સ્વપ્નદ્રષ્ટા પ્રતિમા સામે પ્રત્યક્ષ જોવા મળી. મુલચંદને સવંત ૧૯૮૬માં અષાઢ સુદ પાંચમ તા. ૨૨ જુન, ૧૯૨૯ ના રોજ આ પ્રતિમાને પ્રતિષ્ઠાપિત કરવાનો પ્રેરણાત્મક આદેશ પ્રેપ્ત થયો. તેમણે અષાઢ સુદ દશમ વિક્રમ સવંત ૧૯૮૬ના શાસ્ત્રીય વિધિ વિધાનની સાથે આ અદ્વિતીય પ્રતિમાને પથ્થરોની વચ્ચેથી કાઢીને ધૂમધામથી બળદગાડીમાં વિરાજમાન કરીને આગળ વધ્યા.

તાત્કાલિક સમયની સાથી વ્યક્તિઓના કહ્યા અનુસાર દ્વિમુખી ગણેશજીની આ પ્રતિમાને નરસિંહપુરા ક્ષેત્રમાં કોઈ યોગ્ય સ્થાન પર પ્રતિષ્ઠાપતિ કરવાના હેતુથી બળદગાડીની મદદથી લઈ જઈ રહ્યા હતા. કેમ કે, તે સમયે નરસિંહપુરા જવા માટે જનકુપુરાથી મદારપુરા થઈને જવાનો સુગમ માર્ગ હતો, એટલા માટે બળદગાડીને જનકુપુરાથી લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો. બળદગાડી જનકુપુરામાં આ સ્થાન પર આવીને રોકાઈ જાય છે જ્યાં દ્વિમુખી ચિંતાહરણ ગણેશજીનું મંદિર છે. પહેલા આ સ્થાન પર પ્રચલિત નામના ઈલાજી ચૌકના નામથી જાણવામાં આવતો હતો જે હવે ગણપતિ ચૌકના નામથી પ્રચલનમાં આવી ગયો છે.

આ મંદિરનું કારણ આ નામ પ્રચલિત થઈ ગયું કેમ કે, પ્રતિમાને નરસિંહપુરા લઈ જવાનો નિર્ણય કર્યો હતો એટલા માટે બળદગાડીને આગળ વધારવાનો ખુબ પ્રયત્ન કર્યા, પરંતુ ઘણા બધા પ્રયત્નો કર્યા પછી પણ બળદગાડી એક ઈંચ જેટલી પણ આગળ વધી નહી. ભગવાન ગણેશની ઈચ્છાને સર્વોપરિ માનીને ધાર્મિક વ્યક્તિઓ દ્વારા આ સ્થાન પર બીજા દિવસે એટલે કે અગિયારસના દિવસે પ્રતિમાની વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી, ત્યારથી જ આ સ્થાન ગણપતિ ચૌકના નામથી જણાવામાં આવે છે.

image source

કાલાંતરમાં જનકુપુરા ક્ષેત્રના મહાનુભવોની આગેવાની અને નગરવાસીઓના સહયોગથી મંદિરને વ્યવસ્થિત અને સ્થાનોચિત ભવ્ય રૂપ આપવામાં આવ્યું, વર્તમાન સમયમાં આ મંદિર નગર જ નહી સમગ્ર અંચલના ધાર્મિક શ્રદ્ધાળુઓની કેન્દ્ર બની ગયું છે. પ્રત્યેક બુધવાર અહિયાં સાયંકાલ મહાઆરતી થાય છે. મંદિરમાં અન્ય દેવી દેવતાની પ્રતિમાઓ પણ સ્થાપિત છે. ધર્મશાસ્ત્રના ઉલ્લેખ કરવામાં આવ્યા મુજબ પ્રતિમાને પંચતત્વો સાથે સંબંધિત માનવામાં આવે છે. આગળના મુખ જેની પર પાંચ સુંઢ છે આ વિઘ્નહર્તા ગણેશજી પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે, શ્રી દ્વિમુખી ગણપતિ મંદિરમાં આવનાર ભક્ત જનોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span