ઘરમાં અરીસો અને કાચ તૂટવાથી હંમેશા નથી મળતા અશુભ સંકેત, જાણો આ શુભ સંકેતો વિશે તમે પણ

ઘરમાં રહેલ કાચ કે પછી અરીસાનું તૂટી જવું હંમેશા અશુભ માનવામાં આવતું નથી, ઘણી વાર કાચનું તૂટવું હોય છે શુભ.

આપણા જીવનમાં કેટલીક એવી માન્યતાઓ હોય છે જેનો અમલ આપણે તેની પાછળ છુપાયેલ કારણ જાણ્યા વગર જ અમલ કરવાનું શરુ કરી દઈએ છીએ. આવું એટલા માટે કેમ કે, આપણા ઘરના વડીલ દ્વારા આપણને એવું કહેવામાં આવે છે અને આપણે પણ અનુકરણ કરવા લાગીએ છીએ.

એટલું જ નહી, આપણે આપણી આવનાર પેઢીને પણ શીખવાડીએ છીએ. જેમ કે, આંખ ફરકવી, બિલાડીનો રસ્તો કાપવો, દૂધનું ઉભરાઈને બહાર ઢોળાઈ જવું, કાચનું તૂટવું, કુતરાનું રડવું, છીંકનું આવવું આવી ઘણી બધી વાતોનું અનુસરણ કરતા હોઈએ છીએ.

image source

આ તમામ ઘટનાઓને શુકન અને અપશુકન થયા હોવાના સંકેત માનવામાં આવે છે. ઘણા બધા લોકો એવા છે જેઓ એવું માને છે કે, ઘરમાં રાખવામાં આવેલ કાચ કે પછી અરીસાનું તૂટી જવું અશુભ થવા તરફ સંકેત કરે છે અને નજીકના ભવિષ્યમાં તેમની સાથે કોઈ અશુભ ઘટના કે પછી ખરાબ સમાચાર મળી શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કાચનું તૂટી જવું અશુભ માનવામાં આવતું નથી.

સામાન્ય રીતે જેમ કાચનું તૂટવું અશુભ માનવામાં આવે છે પરંતુ ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં કાચના તૂટવાને અશુભ માનવામાં આવતું નથી ઉપરાંત વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કાચનું તૂટી જવું શુભ ઘટના તરફ સંકેત કરે છે. જો આપ વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરી રહ્યા છો તો જો આપના ઘરમાં રહેલ અરીસો કે પછી કાચ અચાનક જ તૂટી જાય છે તો તેનો અર્થ એવો થાય છે કે, આપના ઘર પર આવનાર કોઈ મુસીબતને કાચે પોતાની પર લઈ લીધી છે અને આપની મુસીબત ટળી ગઈ છે. આવા સમયે તૂટી ગયેલ કાચને આપે તરત જ સાફ કરીને ઘરની બહાર ફેંકી દેવો જોઈએ.

image source

જો આપના ઘરના બારી અને બારણામાં લગાવવામાં આવેલ કાચમાં એકાએક તિરાડ પડી જાય છે કે પછી તૂટી જાય છે તો કાચનું આવી રીતે તૂટી જવું કોઈ અપશુકન માનવામાં આવતું નથી, પરંતુ ઘરમાં આવી રીતે કાચ તૂટવો આપના માટે શુભ સંકેત હોઈ શકે છે. આપને આવનાર થોડાક દિવસ દરમિયાન આપના ઘરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે કે પછી આપના ઘરમાં ધનનું આગમન પણ થવાની શક્યતા છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, કાચ કે પછી અરીસાનું એકાએક તૂટી જવાનો અર્થ એવો પણ થઈ શકે છે કે, આપના ઘરમાં ચાલી રહેલ કોઈ જૂની મડાગાંઠ કે પછી વિવાદનો અંત આવી શકે છે કે પછી ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર રહેતું હોય તો તે વ્યક્તિ ધીરે ધીરે સ્વસ્થ થવાની સંભાવના વધી જાય છે.

image source

તેમ છતાં આપે ધ્યાન રાખવું જોઈએ કે, આપના ઘરમાં રાખેલ કોઈ કાચની વસ્તુ કે પછી અરીસો તૂટી જાય છે તો તે કાચ વિષે કારણ વિનાની બુમાબુમ કર્યા વગર તૂટી ગયેલ કાચના ટુકડાનો નિકાલ કરી દેવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, અરીસો કે પછી કાચની ખરીદી કરતા સમયે ધ્યાન રાખવું કે તેનો આકાર ગોળ કે પછી ઈંડાકાર હોવો જોઈએ નહી, ગોળાકાર અને ઈંડાકાર દર્પણ આપના ઘરની સકારાત્મક ઉર્જાને નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરી દે છે એટલા માટે શક્ય હોય ત્યાં સુધી આપે આપના ઘરમાં ચોરસ આકારના જ અરીસા લગાવવા જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ