ઘરમાંં આ ખાસ રીતે રાખો નારિયેળ, લક્ષ્મીજીની કૃપાથી થશે અઢળક ધન લાભ

ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં નાળિયેર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રીફળ રાખવા અંગે એવું કહેવામાં આવે છે કે તેનાથી હંમેશાં ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. નાળિયેરને શ્રીફળ કહેવા પાછળ એવી માન્યતા છે કે, શ્રીનો અર્થ લક્ષ્મી છે અને તેને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ફળ કહેવામાં આવે છે.

image source

માન્યતાઓ અનુસાર, એવું કહેવામાં આવે છે કે નાળિયેર ક્યારેય સ્ત્રીઓ તોડતી નથી, તેને ફક્ત પુરુષો જ તોડી શકે છે. જો કે એકાંક્ષી નારિયળને સૌથી વધુ શૂભ માનવામાં આવે છે એકાક્ષી નારિયેળ તરીકે ઓળખવામાં આવે છે. નોંધનિય છે કે, હાલમાં બજારમાં નારિયર સરળતાથી મળી જાય છે. પરંતુ એકાક્ષી નારિયેળ ખૂબ જ દુર્લભ છે અને તે બજારમાં સરળતાથી મળતુ નથી.

image source

તમને જણાવી દઈએ કે તેને ઓળખવું એકદમ સહેલું છે. તમને જણાવીએ કે સામાન્ય નાળિયેરમાં ત્રણ કાણાં હોય છે, પરંતુ આ નાળિયેરમાં ત્રણની જગ્યાએ માત્ર બે કાણા હોય છે. એક નારિયળની આંખ મનાઈ છે અને બીજું તેનું મુખ મનાય છે. તમને જણાવી દઈએ એકાક્ષી એટલે કે એક આંખવાળું. તે નારિયળની એક જ આંખ હોય છે. પુષ્ય નક્ષત્રમાં જો એકાક્ષી નારિયેળની પૂજા કરવામાં આવે અને તેને ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો તમારું ભાગ્ય ખુલી જશે અને તમારા ઘરમાંથી દરિદ્રતા ચાલી જશે.

1. વેદોમાં કહેવામાં આવ્યું છે કે નાળિયેરમાં ત્રિદેવનો વાસ હોય છે અને તે ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે, તેથી તેનો ઉપયોગ શિવ પૂજામાં કરવાથી ફાયદો થાય છે.

image source

૨. નાળિયેરમાં બનેલી ત્રણ આંખોને ભગવાન શંકરનું ત્રિનેત્ર માનવામાં આવે છે અને તેના ઈષ્ટ દેવતાને નાળિયેર ચઢાવનાર વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે.

3. શ્રીફળ ખાવુ પણ ખૂબ ઉપયોગી અને ફાયદાકારક માનવામાં આવે છે, તેને ખાવાથી શારીરિક નબળાઇ દૂર થાય છે અને તે જ સમયે, પૂજા વિધિમાં ઉપયોગ કરવાથી ભગવાનની કૃપા મળે છે.

4. કોઈપણ પ્રકારની પૂજા નાળિયેરના ઉપયોગ વિના અધૂરી માનવામાં આવે છે પરંતુ મહિલાઓ દ્વારા તેને તોડવું અશુભ મનાય છે.

5. નાળિયેર પાણીથી શિવલિંગનો અભિષેક કરવો શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે, તે સુખ, સમૃદ્ધિ, સન્માન, પ્રગતિ અને સારા નસીબ લાવે છે.

image source

6. શ્રીફળને શુકન માનવામાં આવે છે, તે સારા નસીબનું સૂચક છે અને કોઈને સન્માન તરીકે ભેટ આપવામાં આવે છે. તો બીજી તરફ સૂકા નાળિયેરનો ઉપયોગ વૈદિક વિધિઓ અને કર્મકાંડમાં થાય છે.

7. જાણકારોનું માનવુ છે કે ઘરમાં એકાંક્ષી નાળિયેર રાખવું જોઈએ કારણ કે તે ખૂબ ચમત્કારિક નાળિયેર છે અને તેનાથી વધારે ફાયદા થાય છે.

8. એકાંક્ષી નાળિયેર એક ખૂબ જ દુર્લભ પ્રકારનું નાળિયેર કહેવામાં આવે છે જેમાં જટાની નીચે માત્ર એક બિંદુ હોય છે, જ્યારે અન્ય સામાન્ય નાળિયેરમાં બે બિંદુ હોય છે.

9. જે ઘરમાં એકાંક્ષી નાળિયેર હોય ત્યાં દેવી મહાલક્ષ્મીનો વાસ હોય છે અને તેની વિશેષ રૂપે કૃપા રહે છે અને પૈસાની સમસ્યા સમાપ્ત થાય છે.

10. એકાંક્ષી નાળિયેરના પ્રભાવથી ઘરમાં હાજર વાસ્તુ દોષોનો પણ નાશ થાય છે અને પરિવારના સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ