વાસ્તુ અનુસાર આ રીતે ઘરનું ઇન્ટિરિયર કરશો તો ક્યારે નહિં આવે આર્થિક પરેશાની, જાણવું ખાસ જરૂરી…

મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ આપણા જીવનમા ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે,. જો તમે આ શાસ્ત્ર મુજબ તમારુ જીવન અનુસરો નહિ તો તમારા જીવનની અનેકવિધ સમસ્યાઓ દૂર થશે. આજે આ લેખમા અમે તમને વાસ્તુની અમુક ટીપ્સ વિશે જણાવીશુ કે, જેને તમે તમારા ઘરમા અજમાવો તો તમને ક્યારેય પણ નાણાભીડની સમસ્યાથી પીડાવુ પડતુ નથી, તો ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.

ઘરની ભૌતિક સુખ-સુવિધાઓ એ દરેક વ્યક્તિના જીવનનો ખુબ જ અગત્યનો મુદ્દો છે. અમુક લોકોને આ વૈભવ માટે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે તો અમુક લોકોને ખુબ જ સરળતાથી મળી આવે છે. વાસ્તુના નિયમોનુ અનુસરણ તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલી નાખે છે.

image source

પૈસા એ આપણી જિંદગીનો ખુબ જ અગત્યનો હિસ્સો છે. તેને મેળવવા માટે દરેક વ્યક્તિ દરરોજ અનેકવિધ પ્રકારના સંઘર્ષ કરતી જોવા મળે છે. વાસ્તુ પ્રમાણે જો યોગ્ય સ્થાને યોગ્ય વસ્તુ મૂકવામા આવે તો માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન રહે છે અને તમારા પર સદાય તેમની કૃપા બની રહે છે.

વાસ્તુ મુજબ ભગવાન કુબેર ધનના દેવતા છે. ઉત્તર-પૂર્વ દિશા એ પ્રભુ કુબેરની છે. જો આ દિશામા બૂટ, ચપ્પલ કે અન્ય કોઈ ભારે વસ્તુઓ રાખવામા આવ્યુ હોય તો તે ભગવાન કુબેરની કૃપાને અવરોધે છે. માટે જો તમે ઘરની આ ઉતર દિશામા દર્પણ અથવા કુબેર યંત્ર સ્થાપિત કરો તો ધનપ્રાપ્તિના નવા માર્ગ ખુલે છે.

image source

વાસ્તુ પ્રમાણે આર્થિક સ્થિરતા માટે ઘરના પશ્ચિમ-દક્ષિણ દિશામા ધનની તિજોરી રાખવામા આવે તો તે ખુબ જ શુભ ગણાય છે. આ સિવાય જો તમે આભૂષણ, સોના-ચાંદી જેવી કિંમતી વસ્તુઓ પણ આ દક્ષિણ-પશ્ચિમ દિશામા રાખો તો તે પણ શુભ ગણાય છે.

વાસ્તુ મુજબ ઘરની વસ્તુનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પણ તમારા સંબંઘ, સ્વાસ્થ્ય અને આર્થિક બાબતો પર પડે છે. ઘરને ક્યારેય પણ ગંદુ કે અસ્વચ્છ ના રાખવુ. તે તમારા ઘર પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે માટે હમેંશા ઘરને સ્વચ્છ રાખવુ જેથી, તમારુ ઘર ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે.

image source

વાસ્તુ પ્રમાણે ઘરનુ પ્રમુખ દ્રાર સકાત્મક ઊર્જા અને સમૃદ્ધિનુ સ્વાગત કરતુ હોવુ જોઇએ. એ વાતની પણ વિશેષ સાવચેતી રાખવી કે, મુખ્ય દરવાજામા કોઇપણ તિરાડ ના હોય તથા ઘરનુ મુખ્ય દ્રાર દક્ષિણ દિશામા ના હોવુ જોઇએ નહીતર તમારે અનેકવિધ આર્થિક નુકશાનીનો સામનો કરવો પડી શકે છે. તો અવશ્ય ધ્યાન રાખો આ બાબતોનુ અને ઘરમા સુખ અને સમૃદ્ધિ લાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ