આપણા ગુજરાતમાં આવેલ આ હનુમાનજીએ થશે તમારી દરેક મનોકામના પુરી..

ગુજરાત રાજ્યમાં આવેલ આ હનુમાન મંદિરમાં તરત જ આપના કામ થઈ જાય છે.- ગુણસદામાં આવેલ રોકડીયા હનુમાનજીનું મંદિર…

‘રોકડીયા હનુમાન’- આ નામ તો આપણે બધાએ સાંભળ્યું જ છે. એમ પણ મોટાભાગના ગામ હોય કે શહેરના શેરી ખૂણે કે પછી સોસાયટીમાં એક હનુમાન મંદિર તો જરૂરથી હોય છે. તેમજ હનુમાનજી પણ પોતાના ભક્તોની સુરક્ષા કરવા માટે સદૈવ હાજર રહે છે.

image source

આજે અમે આપને હનુમાનજીના એક એવા મંદિર વિષે જણાવીશું જેનું નામ છે ‘રોકડીયા હનુમાન’. હનુમાનજીના આ મંદિરમાં તેના નામ પ્રમાણે જ કામ થાય છે. એટલે કે આ હનુમાન મંદિરમાં આવતા ભક્તોના મનની ઈચ્છા પણ રોકડ જ પૂરી થાય છે એટલે કે તરત જ ભક્તના મનની ઈચ્છા પૂરી થાય છે.

image source

રોકડીયા હનુમાનજી મંદિરમાં એક વડનું જુનું ઝાડ પણ આવેલ છે, એવું કહેવામાં આવે છે કે, હનુમાનજી આ વડના ઝાડ પર વિરાજમાન હોય છે. ‘રોકડીયા હનુમાનજી મંદિર’ ગુજરાત રાજ્યમાં આવેલ સોનગઢ તાલુકામાં સ્થિત ગુણસદા ગામમાં આવેલ ‘રોકડીયા હનુમાન મંદિર’ પોતાના ઘણા બધા ચમત્કારોના લીધે આખા ગુજરાત રાજ્યમાં પ્રસિદ્ધિ પામ્યું છે.

image source

આપને ‘રોકડીયા હનુમાન મંદિર’ સુધી પહોચવા માટે આપે તાપી મથક સુધી જવાનું રહેશે. ત્યાંથી આપે બસ કે પછી આપના પ્રાઈવેટ વેહિકલની મદદથી આપ ‘રોકડીયા હનુમાનજી મંદિર’ સુધી પહોચી જશો. જો આપ ઉકાઈ વાળા માર્ગ પર જઈ રહ્યા છો તો તાપીથી થોડાક અંતરે આવેલ ગુણસદા ગામ સ્થિત છે. ગુણસદા ગામની નજીક આવેલ જંગલની વચ્ચોવચ્ચ ‘રોકડીયા હનુમાનજીનું મંદિર’ સ્થિત છે.

image source

‘રોકડીયા હનુમાનજી મંદિર’નો ૨૫૦ વર્ષ જુનો ઈતિહાસ ધરાવે છે. ‘રોકડીયા હનુમાનજી મંદિર’માં હનુમાનજીનો સાક્ષાત્કાર પણ થાય છે. ‘રોકડીયા હનુમાનજી’ના દર્શન કરવા માટે ભક્તોના ધાર્યા કાર્ય પૂર્ણ કરે છે અને હનુમાનજીના ભક્તો પણ હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતાનો અનુભવ કરે છે. ‘રોકડીયા હનુમાનજી મંદિર’ની વિશેષતા છે કે, ‘રોકડીયા હનુમાનજી’ના દર્શન કરવા માટે આવતા ભક્તોના મનોવાંચ્છીત કાર્ય તરત જ પૂર્ણ થાય છે. જો કે, આ વાત ઘણા બધા હનુમાન ભક્તો દ્વારા જણાવવામાં આવી છે. એટલા માટે અહિયાં સ્થાપિત હનુમાન મંદિરને ‘રોકડીયા હનુમાનજી’ના નામે ઓળખવામાં આવે છે. ‘રોકડીયા હનુમાનજી મંદિર’આવતા ભક્તો જનોના પોતાના મનની ઈચ્છાને પ્રસ્તુત કરે છે કે તરત જ ભક્તોને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ઉપાય મળી જાય છે.

‘રોકડીયા હનુમાન’ મંદિરમાં ઘણા બધા ચમત્કારો જોવા મળ્યા છે. જેના કારણે ‘રોકડીયા હનુમાનજી મંદિર’ પ્રત્યે ભક્તોની અતુટ આસ્થા બની રહી છે. ‘રોકડીયા હનુમાન મંદિર’ વિષે એવી માન્યતા પણ છે કે, મુગલ સલ્તનત જેવી વિશાળ સામ્રાજ્યને ટક્કર આપનાર છત્રપતિ શિવાજીએ પણ આ મંદિરમાં રાત્રિ રોકાણ કર્યું હતું.

image source

હનુમાનજીના મનપસંદ એવા બે દિવસ મંગળવાર અને શનિવારના દિવસે ‘રોકડીયા હનુમાનજી મંદિર’માં સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરવા માટે અહિયાં આવે છે. ‘રોકડીયા હનુમાનજી મંદિર’એ આવીને જે પણ ભક્તો પોતાની મનોકામના હનુમાનજીને જણાવે છે ત્યારે હનુમાનજી પણ પોતાના ભક્તોની મનોકામના શક્ય એટલી જલ્દીથી જલ્દી ઈચ્છા પૂરી કરે છે.

‘રોકડીયા હનુમાનજી મંદિર’માં હનુમાનજી સ્વયંભુ પ્રકટ થયા છે. રોકડીયા હનુમાનજીનું મંદિરની આસપાસની જગ્યા પણ અત્યંત નયનરમ્ય દ્રશ્યોથી ભરપુર છે. અહિયાં કુદરત દરેક ઋતુમાં સોળે કળાએ ખીલેલી રહે છે. આ મંદિર જંગલની વચ્ચે આવેલ હોવાના લીધે પ્રાકૃતિક સૌંદર્યનો ભંડાર જોવા મળે છે.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.