સંકટમોચન હનુમાનજીના આ છે પ્રખ્યાત 10 મંદિર, દર્શન કરનાર થઈ જાય છે પીડામુક્ત

સંકટમોચન હનુમાનજીના આ છે પ્રખ્યાત 10 મંદિર, દર્શન કરનાર થઈ જાય છે પીડામુક્ત

image source

પવનના પુત્ર હનુમાનના ચમત્કારથી કોણ અજાણ છે?

હનુમાનજી ભગવાન શિવનો 11મો અવતાર માનવામાં આવે છે. શ્રીરામ ભક્ત હનુમાનજી એક માત્ર ભગવાન છે જેની પૂજા સૌથી વધુ લોકો કરે છે. જેના કારણે જ હનુમાનજીના મંદિર ભારતના દરેક ગામમાં જોવા મળે છે.

આજે તમને એવા મંદિર વિશે જણાવીશું જ્યાં જનાર ભક્તના જીવનના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. આ મંદિરો તેના ચમત્કારો માટે પ્રખ્યાત છે. ત્યાં જનાર ભક્તની મનોકામના અચૂક પૂરી થાય છે.

તો ચાલો જણાવીએ તમને ભારતના પ્રાચીન અને પ્રખ્યાત હનુમાન મંદિરો વિશે.

બાલ હનુમાન મંદિર, જામનગર

image source

વર્ષ 1540માં જામનગરની સ્થાપના સાથે જ આ મંદિર સ્થાપિત થયું હતું. આ મંદિર ગુજરાતના ગૌરવ સમાન છે. અહીં વર્ષ 1964થી અખંડ રામધૂન જાપ ચાલે છે. તેના કારણે આ મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ નોંધાયું છે.

સૂતા હનુમાન મંદિર, ઈલાહબાદ

image source

ઈલાહાબાદ જિલ્લા નજીક આવેલું આ મંદિર સૂતા હનુમાન તરીકે પ્રખ્યાત છે. કારણ કે અહીં હનુમાનજીની પ્રતિમા સૂતેલી અવસ્થામાં છે. આ ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં આ રીતે હનુમાનજી સૂતેલી અવસ્થામાં પૂજાય છે. આ પ્રતિમા 20 ફૂટ લાંબી છે.

સાલાસર બાલાજી, રાજસ્થાન

image source

હનુમાનજીનું આ મંદિર રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં આવેલું છે. ગામનું નામ સાલાસર હોવાથી મંદિરનું નામ પણ સાલાસર બાલાજી પડ્યું છે.

હનુમાનજીની આ પ્રતિમાને દાઢી તેમજ મુંછ પણ છે. માનવામાં આવે છે કે હનુમાનજીની પ્રતિમા એક ખેડૂતને જમીન ખેડતી વખતે મળી હતી.

આ પ્રતિમાને સોનાના સિંહાસન પર સ્થાપિત કરવામાં આવી છે. દર વર્ષે ચૈત્ર માસમાં અને વૈશાખ માસની પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે.

હનુમાનગઢી, અયોધ્યા

image source

અહીં સૌથી પ્રમુખ હનુમાનજીનું મંદિર છે. આ મંદિર રાજદ્વાર સામે ઊંચી ટેકરી પર છે. અહીં દર્શન કરવા માટે 70 સીડી ચઢવી પડે છે. આ મંદિર મોટું અને ભવ્ય છે. જેની ચારે તરફ સાધુ,સંતો રહે છે. આ મંદિરની દક્ષિણ દિશામાં સુગ્રીવ ટેકરી અને અંગદ ટેકરી છે.

સંકટમોચન મંદિર, વારાણસી

image source

આ મંદિર વિશે એવી માન્યતા છે કે હનુમાનજીની મૂર્તિ અહીં સ્વયં ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના તપના પ્રતાપથી પ્રકટ કરી છે. આ મૂર્તિમાં હનુમાનજી જમણા હાથથી ભક્તોને અભય દાન આપે છે અને ડાબો હાથ હૃદય પર રાખ્યો છે.

હનુમાનધારા ચિત્રકૂટ

image source

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આ મંદિર આવેલું છે. અહીંથી હનુમાન ધારા ત્રણ મીલ દૂર છે. પર્વતોના સહારે બનેલી હનુમાનજીની એક વિશાળ મૂર્તિના માથા પર બે જલ કુંડ બને છે. જે હંમેશા પાણીથી ભરેલા રહે છે.

સાળંગપુર હનુમાન

image source

અહીં એક પ્રસિદ્ધ પ્રતિમા છે. મહાયોગિરાજ ગોપાલાનંદ સ્વામીએ આ શિલા મૂર્તિની પ્રતિષ્ઠા 1905માં કરી હતી. પ્રતિષ્ઠા સમયે મૂર્તિમાં હનુમાનજી પ્રગટ થયા હતા અને તે ધ્રુજવા લાગી હતી.

ત્યારથી આ ભૂમિને કષ્ટભંજન દેવની ભૂમિ કહેવાય છે. આ મંદિર સ્વામીનારાણય સંપ્રદાયનું એકમાત્ર હનુમાન મંદિર છે.

મેહંદીપુર બાલાજી, રાજસ્થાન

image source

આ મંદિરમાં સ્થાપિત હનુમાનજી શક્તિશાળી અને ચમત્કારી છે. આ સ્થળ રાજસ્થાન જ નહીં વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર 1000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. અહીં ભગવાનના ચરણોમાં નાની કુંડી છે જેનું પાણી ક્યારેય ખાલી થતું નથી.

કનોટ પ્લેસ, નવી દિલ્હી

image source

અહીં મહાભારત કાળનું એક મંદિર આવેલું છે. અહીં હનુમાનજી સ્વયંભૂ પ્રકટ થયા હતા. દિલ્હીનું ઐતિહાસિક નામ ઈંદ્રપ્રસ્થ છે જે યમુના નદીના કિનારે પાંડવો દ્વારા મહાભારત સમયે બનાવાયું હતું. આ સમયે પાંડવોએ પાંચ હનુમાન મંદિરોની સ્થાપના કરી હતી જેમાંથી આ એક છે.

ઉલ્ટા હનુમાન, ઈંદોર

image source

ભારતની ધાર્મિક નગરી ઉજ્જેનથી માત્ર 30 કિમી દૂરી પર આવેલું છે હનુમાનજીનું આ ભવ્ય મંદિર. અહીં તેમના ઉલ્ટા સ્વરૂપની પૂજા થાય છે. અહીં હનુમાનજીની મૂર્તિનું મુખ ઉલ્ટું છે. અહીં દર્શન કરવા આવનાર ભક્ત ચિંતામુક્ત થઈ જાય છે.