જો તમારા કામ સફળ ન થતા હોય તો લીંબુ અને લવિંગનો આ રીતે કરો ઉપયોગ, બધા સંકોલ્પો થશે પૂરા

આમ તો મોટે ભાગે આપણે હનુમાજીને તેલ અને સીંદુર ચઢાવતા હોઈએ છીએ. પરંતુ આજે અમે તમને ભગવાનની કૃપા મેળવવા બીજા ઉપાય જણાવીશું. હનુમાનજીને સંકટ મોચક કહેવામાં આવે છે, એટલે કે તે તેમના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરીને તેમને સુખી જીવન માટેનો માર્ગ બતાવે છે. હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ પૂજા-વિધિની જરુર નથી હોતી. તાંત્રિક ગ્રંથોમાં અનેક એવા પ્રયોગો વિશે બતાવવામાં આવ્યા છે જેની મદદથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે. આ પ્રયોગો વિશે છોડ પૂજા સામગ્રી ફળ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ થાય છે. તંત્ર મુજબ લીંબુ અને લવિંગના ટોટકા દ્વારા જીવનની અનેક સમસ્યાઓને એક ઝટકામાં ખતમ કરી શકાય છે.

image source

લીંબૂના ઝાડની આસપાસનુ વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે

જે વ્યક્તિ નિયમિત રામનું નામ લે છે, હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેમના પર દાદ હંમેશા કૃપા રાખે છે. જો તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી હોય અને તેનું સમાધાન ના આવતું હોય, કોઈ એવી મનોકામના હોય જે લાંબા સમયથી પૂરી ના થતી હોય તો આ ઉપાયથી તમારા કામ પૂર્ણ થશે. ઘરની નકારાત્મ ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં લીંબુનુ ઝાડ લગાવો. લીંબૂના ઝાડની આસપાસનુ વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. આ સાથે જ લીંબુનુ ઝાડ લગાવવાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

image source

શનિની દશાઓ દૂર કરવા

હનુમાનજીને શનિના કષ્ઠોથી મુક્ત કરવાવાળા પણ માનવામાં આવે છે માટે જે વ્યક્તિ પર શનિની દશાઓના કારણે મુશ્કેલીઓ આવી રહી હોય તેમને હનુમાનજીની આરાધનાથી ફાયદો થાય છે અને દુઃખ, પીડા દૂર થાય છે. આ ઉપાયને તમે મંગળવારની સાથે શનિવારે પણ ઉપયોગમાં લઈ શકો છો.

image source

બાળકને નજર લાગી હોય તો

જો ઘરમાં કોઈ બાળકને નજર લાગી હોય તો તેના પગથી માથા સુધી સાત વખત લીંબુ ઉતારી અને તેના ચાર ટુકડા કરવા અને કોઈ સુનસાન સ્થળે તેને ફેંકી દેવા. જો વ્યાપારમાં નુકસાની થતી હોય તો શનિવારે આ ઉપાય કરવો. એક લીંબુ લઈ તેને દુકાનની ચાર દિવાલને સ્પર્શ કરાવી અને તેના ચાર ટુકડા કરી અને ચાર રસ્તા પર જઈ ચારેય દિશામાં એક એક ટુકડો ફેંકી દેવો. જ્યારે ઘરે પરત ફરતાં હોય ત્યારે પાછળ ફરીને જોવું નહીં.

image source

હનુમાન ચાલીસાનો પાઠ કરવો

જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી કોઈ બીમારી સતાવી રહી હોય તો એક લીંબુ લેવું અને તેના પર 307 લખી અને બીમાર વ્યક્તિના માથા પરથી ઊંધી દિશામાં 7 વાર ઉતારી અને તેના એવી રીતે ટુકડા કરવા કે તેનો નીચેનો ભાગ છૂટો ન પડે. આ લીંબુ ને નિર્જન સ્થળે ફેંકી દેવું. કામમાં સફળતા મેળવવા માટે એક લીંબુ અને 4 લવિંગ લઈ હનુમાનજીના મંદિરમાં જવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો સાથે જ લીંબુ માં લવિંગ ભરાવી દેવા અને તેને સાથે લઈ જવું.

પૂજા કરવાની વીધિ

હિન્દી પંચાંગ મુજબ કોઈ પણ મંગળાવેર કે શનિવારે શુભ મુહૂર્ત જોઈને સવારે નિત્ય ક્રિયા કર્યા પછી હનુમાન મંદિરે જાવ. અહીં હનુમાન દાદાને એ લીંબુ અને 4 લવિંગ ચઢાવો. લવિંગની ઉપર લીંબુ લગાવીને ભગવાનને ચઢાવો.

image source

મનોકામના પૂર્ણ થાય પછી આટલું કરો

આ પછી હનુમાનજીને તેલ અને સિંદૂર ચઢાવો અને પછી હનુમાન ચાલીસાના પાઠ કરો. હવે લીંબુમાંથી લવિંગ કાઢીને તેને હાથમાં લઈને હનુમાનજીને મનોમન પ્રાર્થના કરીને તમારી વાત કહો. આ લવિંગને ઘરે લઈ જઈને સુરક્ષિત જગ્યા પર મૂકી દો. જલદી મનોકામના પૂર્ણ થશે, આ પછી ભૂલ્યા વગર લવિંગને પાણીમાં પ્રવાહિત કરી દો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ