શું તમારા શરીર પર છે રાજયોગનું સુખ મળવાના આવા નિશાન? જોઇ લો બરાબર ધ્યાનથી તમે પણ

હસ્ત શાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્રનું એક અંગ છે. તેની રચના સામુદ્ર ઋષિએ કરી હતી, તે જ કારણસર તેને સામુદ્રિક શાસ્ત્ર પણ કહેવાય છે. તેના સિદ્ધાંતના આધાર પર હથેળીનું સૂક્ષ્મ રીતે અધ્યયન કરીને ભવિષ્ય બતાવવામાં આવે છે. હસ્ત રેખા શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષમાં બનતી બગડતી રહે છે, પણ હાથની બનાવટમાં કોઈ જ બદલાવ નથી આવતો. બનાવટના આધારે 7 પ્રકારના હાથ હોય છે.

હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિની હથેળીઓ પર વિવિધ પ્રકારના નિશાન, રેખાઓ અને હથેળીની બનાવટથી વ્યક્તિના સ્વભાવ અને આવનારા સમયમાં તેમનું જીવન કેવું રેહશે તે વિષેની જાણકારી મળતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિના જીવમાં રાજયોગનુ સુખ તેની કુંડળીમાં હાજર શુભ ગ્રહોના શુભસ્થાન પર રહેવાથી ખબર પડી જાય છે. આ ઉપરાંત પણ સામુદ્રિક શાસ્ત્રમાં હથેળી પર બનેલા કેટલાક ખાસ પ્રકારના નિશાનથી પણ રાજયોગના સુખ વિષે જાણકારી મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કે હથેળી પર ક્યાં ક્યાં અને કેવા નિશાન બનવાથી વ્યક્તિને રાજયોગનું સુખ પ્રાપ્ત થઈ શકે છે.

image source

જે વ્યક્તિની હથેળીના બિલકુલ મધ્યના ભાગ પર કોઈ તોરણ, બાણ, રથ, ચક્ર કે ધ્વજનું નિશાન દેખાય તો તેને જીવનમાં મહાન ઉપલબ્ધિઓ મળે છે અને શાસન કરવાનો એક મોટો અવસર પણ મળે છે.

હથેળી પર બનેલા ખાસ નિશાન ઉપરાંત જો પગમાં ચક્ર, કમળ, શંખ અને આસનના નિશાન હોય તો તે વ્યક્તિ આજીવન સુખ સુવિધા ભર્યું જીવન જીવે છે. આવા લોકોના ઘરમાં લક્ષ્મીજીનો હંમેશા વાસ રહે છે.

image source

એવા લોકો કે જેમની હથેળીની વચોવચ તલ બનેલો હોય તે લોકો ખૂબ જ ધનવાન ભાગ્યશાળી હોય છે. આ ઉપરાંત જમના પગના તળિયામાં તલ હોય તો તેમને રાજા જેવું માન-સમ્માન મળે છે.

જે કોઈની ભાગ્ય રેખા (કાંડાથી લઈને શનિ પર્વત એટલે કે મધ્ય આંગળી સુધી) સીધી, સ્પષ્ટ અને અખંડિત હોઈને તે સીધી જ શનિ પર્વત સુધી પહોંચતી હોય તો આવી વ્યક્તિને દરેક પ્રકારનુ સાંસારિક સુખ, સુવિધા અને યશ પ્રાપ્ત થાય છે.

image source

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિની છાતી પહોળી હોય, નાક લાંબુ હોય અને નાભી ઉંડી હોય તેનું જીવન એક રાજાની જેમ પસાર થાય છે. તેની પાસે જમીન-સંપત્તિની કોઈ જ કમી નથી રહેતી. જ્યોતિષ પ્રમાણે હથેળી અને પગના તળિયા પર શંખ, ચક્ર ગદા, ખડ્ગ, અંકુશ, ધનુષ, બાણ વિગેરના નિશાન હોય તો તેમને રાજ યોગનું સુખ મળે છે.

જો તમારા હાથ કે પગમાં છત્ર, માછલી, તળાવ, કે વીણા જેવા નિશાન બનતા દેખાય તો આવી વ્યક્તિ ઉત્તમ, ખૂબ માન-સમ્માન પ્રાપ્ત કરનાર વ્યક્તિ બને છે.

ઉપર જણાવ્યું તે પ્રમણે હાથની બનાવટના આધાર પર 7 પ્રકારના હાથ હોય છે. નીચે જણાવેલા હાથના પ્રકારના હાથ વર્ગાકાર હાથ, ચમસાકાર હાથ, દાર્શનિક હાથ, કલાપૂર્ણ હાથ, આદર્શ હાથ અને મિશ્રિત હાથ છે.

image source

જાણો તમારા હાથની બનાવટ કેવી છે અને તેનાં ફળ વિષે

– બેડોળ બનાવટવાળો હાથ નિકૃષ્ટ માનવામાં આવે છે. તે જરૂર કરતા વધારે નાનો, જાડો, ભરેલો અને ભારે હોય છે, અંગુઠો હાથની સરખામણીએ ખૂબ નાનો હોય છે. નિકૃષ્ટ હાથવાળા લોકો પોતાનામાં જ ગુમ રહે છે. આવા લોકો પોતાની વાત અને લાગણીઓ કોઈની સાથે શેર નથી કરતા અને પોતાના જ મનનું કરે છે. આ લોકોને દુનિયાદારી સાથે ખૂબ ઓછા લેવાદેવા હોય છે અને તેઓ ભોજન, વસ્ત્ર તેમજ ઘર સુધી જ સિમિત રહે છે.

– હસ્ત રેખા શાસ્ત્રમાં સમકોણિક અથવા ચોરસ હાથને વર્ગાકાર હાથ કહેવાય છે. આવા હાથને ખૂબ સારા માનવામાં આવે છે. જે લોકોના હાથ આ આકારના હોય છે તેઓ, દયાળુ, સ્વચ્છતાપ્રેમી, સત્યનિષ્ઠ, ચરિત્ર્યવાન તેમજ સ્વાભિમાની હોય છે. તેઓ ગંભીર, તેમ સાહસુ હોય છે. આવા લોકો મોટા કામ કરનારા હોય છે અને જીવનમાં એક અવસરેં ખૂબ નામના મેળવે છે.

image source

– જે હાથમાં કાંડા સાથેનો હથેળીનો ભાગ વધારે પડતો પહોળો હોય તેને ચમસાકાર હાથ કહે છે. આ પ્રકારના હાથવાળા લોકો આદર્શવાદી, કાર્યકુશળ અને ખ્યાતિપાત્ર હોય છે, પણ તેમના કામથી કોઈને ફાયદો નથી થતો અને તે લોકોને પણ કોઈની મદદ નથી મળી શકતી. આવા લોકો પોતાની મહેનતથી આગળ વધે છે અને પોતાના લાભ માટે કામ કરે છે.

– લાંબી, સ્નાયુબદ્ધ પણ વચ્ચેથી જુકેલી હથેળી, જેની આંગળીઓના સાંધા ઉભરેલા હોય, જેમના નખ લાંબા હોય, તેવા હાથ દાર્શનિક હાથ કહેવાય છે. આવ હાથ ધરાવતા લોકોમાં વિવેશક્તિ સામાન્ય લોકો કરતા વધારે હોય છે. આવા લોકો મોટા કામ કરનારા હોય છે. દાર્શનિક હાથ વાળા જે જાતકની આંગળી દ્રઢ અથવા તો કસાયેલી હોય, તે પોતાની રચનાત્મકતાથી લોકોને પ્રભાવિત કરે છે. આવા લોકોની મનની વાત જાણવી અઘરી હોય છે.

image source

– કલાપૂર્ણ હાથ સામાન્ય લંબાઈ-પહોળાઈ વાળો હાથ હોય છે, જેની આંગળીઓનો ઉપરનો ભાગ પાતળો અને નીચેનો ભાગ જાડો હોય છે, કલાકાર કે વ્યાવસાયિક હાથની શ્રેણીમાં આ પ્રકારનો હાથ આવે છે. આવો હાથ ધરાવતી વ્યક્તિ બીજાની વાતમાં જલદી આવી જાય છે, કોઈ પણ કામને શરૂ કરીને તેને વચ્ચે જ છોડી દેવું તે તેમની આદત હોય છે. આવા હાથમાં જો આંગળીઓ મોટી તેમજ સખત હોય તો આવી વ્યક્તિ કલાત્મક કામમાં નિપૂણ હોય છે અને વ્યવહારિક કામમાં ખૂબ ધન કમાય છે. વેપારી, ગાયક, ચિત્રકાર, મૂર્તિકાર, કલાકાર વિગેરેના હાથ આ શ્રેણીમાં આવે છે.

– મિશ્રિત લક્ષણો વાળા હાથ કોઈ જ શ્રેણીમાં નથી આવતા. આ હાથની આંગળીના લક્ષણ વિવિધ પ્રકારના તેમજ મિશ્રિત હોય છે, કોઈ આંગળી ચમસાકાર હોય છે તો વળી કોઈ વર્ગાકાર, તો વળી કોઈની અણીદાર તો વળી કોઈની દાર્શનિક. મિશ્રિત હાથ ધરાવતા લોકો ક્યારેક કંઈક વિચારે છે તો ક્યારેક કંઈક વિચારે છે. આવા લોકોના મનમાં ચડ-ઉતર ચાલ્યા કરે છે. આ લોકો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ડરે છે અને મુંઝાયેલા રહે છે.

image source

– અણીદાર, પાતળી, નીચેની તરફ હળવી ને ઉપરની તરફ ભારે આંગળીઓ વાળો મુલાયમ, લીસો તેમજ લાંબો હાથ આદર્શવાદી હાથ કહેવાય છે. જેના હાથ આ આકારના હોય છે તેઓ સ્વપ્નની દુનિયામાં ખોવાયેલા રહે છે. આવા લોકો મહેન નથી કરી શકતા પણ મોટું-મોટું પ્લાનિંગ બનાવે છે. પણ સમયે સમયે જે સ્થિતિ બને છે તેને અનુકુળ તેઓ કામ કરી લે છે. આવા લોકો કોઈની લાગણી સરળતાથી નથી સમજી શકતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ