શું તમે જાણો છો કે વ્રત અને પુજામાં શા માટે નથી કરવામાં આવતો લસણ અને ડુંગળીનો ઉપયોગ ?
લસણ તથા ડુંગળીના આયુર્વેદિક ફાયદા ઘણા બધા છે. તેના વિશે પણ બધા જ જાણે જ છે. જોકે મોટાભાગના લોકોના મનમાં એ સવાલ આવે છે કે લસણ તથા ડુંગળીનો ઉપયોગ વ્રત અને પુજામાં કેમ નથી કરવામાં આવતો? આ સવાલનો જવાબ સમુદ્ર મંથનની પૌરાણિક ઘટનામાં છુપાયેલો છે. આવો જાણીએ કે સમુદ્ર મંથનના સમયે આવું તો શું થયું હતું જેના કારણે લસણ અને ડુંગળીનો ઉપયોગ પુજા તથા વ્રતમાં નથી કરવામાં આવતો.
સમુદ્ર મંથનની ઘટના

શ્રીહીન થઈ ચુકેલા સ્વર્ગને ખોવાયેલા વૈભવ-સંપદાની પ્રાપ્તિ માટે દેવ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન કરતી વખતે લક્ષ્મીના સાથે સાથે ઘણા રત્નો સહિત અમૃત કળશ પણ બહાર નિકળ્યુ હતું. અમૃત પાન માટે દેવતાઓ અને અસુરોમાં વિવિદ થયો તો ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરી અમૃત વહેચવા લાગ્યા.
રાક્ષસ દેવોનું રૂપ લઈને અમૃત પાન કરવા આવ્યો

સૌથી પહેલા અમૃત પાન કરવાનો વારો દેવતાઓનો હતો તો ભગવાન વિષ્ણુ ક્રમશઃ દેવતાઓને અમૃત પાન કરાવવા લાગ્યા. ત્યારે એક રાક્ષસ દેવતાનું રૂપ ધારણ કરી તેમની પંગતમાં ઉભો રહી ગયો. સૂર્ય દેવ અને ચંદ્ર દેવ તેને ઓળખી ગયા. તેમણે વિષ્ણુ ભગવાનને તેની હકીકત જણાવી, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી તેનુ માથી ધડથી અલગ કરી દીધુ. તેણે થોડુ અમૃત પાન કરી લીધુ હતુ, જે હજુ તેના મુખમાં હતું. માથુ કપાવવાથી લોહી અને અમૃતના અમુક ટીંપા જમીન પર પડ્યા. તેનાથી જ લસણ અને ડુંગળીનું ઉત્પાદન થયું. જે રાક્ષસનું માથુ અને ધડ ભગવાન વિષ્ણુએ કાપ્યુ હતું. તેનુ માથુ રાહુ અને ધડ કેતુના રૂપમાં ઓળખાય છે.
રાક્ષસના અંશથી લસણ અને ડુંગળીની ઉત્પત્તી

રાક્ષસના અંશથી લસણ અને ડુંગળીની ઉત્પત્તી થઈ હતી. તેના કારણે તેને વ્રત અથવા પુજામાં સામેલ નથી કરવામાં આવતું. તેમની જ્યાં ઉત્પત્તિ થઈ હતી ત્યાં અમૃતના ટીંપા પડ્યા હતા. આ કારણથી લસણ અને ડુંગળીમાં અમૃત સ્વરૂપ ઔષધીય ગુણ આવી ગયા. લસણ અને ડુંગળી ઘણા પ્રકારની બિમારીમાં લાભદાયક હોય છે. રાક્ષસના અંશથી ઉત્પત્તિના કારણે ઘણા લોકો તેને પોતાના ભોજનમાં શામેલ નથી કરતા. લસણ અને ડુંગળીને તામસિ પદાર્થ માનવામાં આવે છે. આ કારણોથી તેને પુજામાં નથી લેવામાં આવતું.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,