શું તમારા જીવનમાં પણ ઠેર-ઠેર કંકાસ છે? તો પછી ઉજ્જૈનના આ મંદિરમાં એક ધક્કો ખાઈ આવો, બધું જ સેટ થઈ જશે
આપણે એવું ઘણાના મોઢેથી સાંભળીએ છીએ તે તને તો આ ગ્રહ નડે છે એટલે જીવનમાં પ્રગતિ નથી થઈ રહી. તારે આ ઉપાય કરવા પડશે તો ગ્રહ હટી જશે અને જીવનમાં શાંતિ મળશે, ત્યારે ભારતમાં એક જગ્યા છે કે જ્યાં જવાથી તમારા મંગળ દોષનું સંપુર્ણ પણે નિરાકરણ આવી જશે. આ એવી જગ્યા છે કે જેને મંગળના ઉત્પત્તિનું સ્થળ માનવામાં આવે છે. એવા અનેક ચમત્કારિક મંદિરો છે જેમાં કરોડો લોકોની આસ્થા છે. આ સ્થાન પર બાંધવામાં આવેલા મંદિરના સંબંધમાં એવું માનવામાં આવે છે કે અહીં મંગળને લગતા તમામ દોષો દૂર થાય છે. ઉજ્જૈનમાં આવેલું આ મંગલનાથનું મંદિર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને તેની લોકોમાં તેની અખુટ માન્યતા છે.

ઉજ્જૈનને મંગળની માતા પણ કહેવામાં આવે છે
મંગલનાથ મંદિર ભારતના મુખ્ય ધાર્મિક શહેર ઉજ્જૈનમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર, ઉજ્જૈનના મુખ્ય મંદિરોમાંનું એક છે અને તે ભક્તોની બધી આફતો દૂર કરે છે. તેમજ દુષ્ટ ગ્રહોની શાંતિ માટે મંદિરમાં પ્રાર્થના કરો એટલે બધી જ આપત્તિ દુર થાય છે. પુરાણો અનુસાર ઉજ્જૈનને મંગળની માતા પણ કહેવામાં આવે છે. તેથી મંગળ દોષથી પીડિત લોકો અહીં તેમની ખામીઓ દૂર કરવા આવે છે. ધર્મ માન્યતા છે કે જે લોકોની કુંડળીમાં માંગલિક દોષો હોય તો તેઓ અહીં આવે છે અને તેના ઉપાય માટે પૂજા કરે છે. તેઓ પાઠ અને ધાર્મિક વિધિઓ કરાવે છે. જેને આપણે કર્મકાંડ કહીએ છીએ. સેંકડો ભક્તો મંગળને સમર્પિત આ મંદિરની મુલાકાત લે છે અને આસ્થાવ ધરાવે છે.

મંગળ દોષ એ કુંડળીના કોઈપણ મકાનમાં સ્થિત અશુભ મંગળ દ્વારા બનાવેલ ખામી
હકીકતમાં મંગળ દોષ એવી સ્થિતિ છે કે જો કોઈ વ્યક્તિના કુંડળીમાં આવે જાય તો તેના જીવનમાં એક પ્રકારનો ખળભળાટ મચાવી જાય છે. મંગળ દોષ એ કુંડળીના કોઈપણ મકાનમાં સ્થિત અશુભ મંગળ દ્વારા બનાવેલ ખામી છે, જે જન્માક્ષરમાં તેની સ્થિતિ અને શક્તિને કારણે મનુષ્યના જીવનમાં અને અન્ય ક્ષેત્રોમાં પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ દોષ સંપૂર્ણપણે ગ્રહોની સ્થિતિ પર આધારિત રહેલો હોય છે.

ભગવાન હનુમાનની આરાધના, બજરંગ બાળ, હનુમાન ચાલીસા અને જાપ
વૈદિક જ્યોતિષમાં મંગળને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આને કારણે કુંડળીમાં મંગળ દોષ પેદા થાય છે. ગ્રહની શાંતિ માટે ઉપાય કરવાથી કુંડળીમાં મંગળ દોષની અસર ઓછી થાય છે. આ માટે જો તમે ભગવાન હનુમાનની આરાધના, બજરંગ બાળ, હનુમાન ચાલીસા અને જાપ અથવા અન્ય પ્રકારનાં ઉપાયની પૂજા કરો તો મંગળ દોષ તટસ્થ કરવામાં મદદ કરે છે. જેની કુંડળીમાં મંગળ દોષ હોય તો તેઓએ ચોક્કસપણે ઉજ્જૈનના મંગલનાથ મંદિરમાં જવું જોઈએ. મંગલનાથની મુલાકાત અને પૂજા કરવાથી મંગળ દોષથી મુક્તિ મળે છે. આની સાથે સાથે લગ્ન જીવનમાં પણ ખુશી મળે છે. તેમજ તમારું દામ્પત્ય જીવન સુખેથી વિતાવી શકો છો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,