જાણો આ મંદિર વિશે, જ્યાં માતાને પરસેવો આવતા જ ભક્તોની અનેક મનોકામનાઓ થઇ જાય છે પૂરી, નથી કરવી પડતી કોઇ વિધિ પણ

ચંબામાં એક એવુ મંદિર આવ્યું છે જ્યાં માતાજીને પરસેવો આવતા જ ભક્તોની દરેક મનોકામના થઈ જાય છે પૂરી.

આમ તો આખી દુનિયામાં દેવી માતાના અનેક મંદિર આવ્યા છે પરંતુ દેવભૂમિ તરીકે ઓળખતા હિમાચલ પ્રદેશમાં એક એવું મંદિર આવેલ છે. જે તેની માન્યતાઓની સાથે સાથે પોતાના અનોખા રીત- રીવાજના લીધે પણ જગપ્રસિદ્ધ માનવામાં આવે છે.

image source

હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ ચંબા જીલ્લામાં આવેલ પ્રસિદ્ધ દેવી પીઠ ભલેઈ માતાના મંદિરની જો વાત કરીએ તો ખુબ જ નિરાળી છે. એવું કહેવામાં આવે છે કે, ચંબા રિયાસતના તત્કાલીન રાજા પ્રતાપ સિંહના માતા ભલેઈએ સપનામાં દર્શન આપીને તેમને ચંબા લઈ જવાનો હુકમ આપ્યો હતો.

image source

ચંબા રીયાસતના રાજા પ્રતાપ સિંહએ ભ્રાણ પહોચીને પંડિત અને વિદ્વાનોના જણાવ્યા મુજબ સંપૂર્ણ વિધિ- વિધાનની સાથે માતા ભદ્રકાળી ભલેઈની પ્રતિમાને અત્યંત સુંદર પાલખીમાં વિરાજમાન કરાવીને ચંબા રિયાસત તરફ પ્રસ્થાન કર્યું. પરંતુ રાજા પ્રતાપ સિંહ જયારે દેવી માતાની અત્યંત સુંદર પાલખી લઈને ભલેઈ પહોચે છે ત્યારે રાજા પોતાના સૈનિકો સાથે આરામ કરવા માટે રોકાઈ જાય છે અને ત્યારે દેવી માતાને ભલેઈ સ્થાન ગમી જાય છે અને રાજા પ્રતાપ સિંહને ફરીથી સપનામાં આવીને દર્શન આપે છે અને કહે છે કે આ જ સ્થાન પર તેમના માટે મંદિર બનાવવાનો આદેશ આપે છે.

image source

રાજા પ્રતાપ સિંહએ દેવી માતાના આદેશ આપ્યા મુજબ ભલેઈમાં જ દેવી માતા ભદ્રકાળીના મંદિરનું નિર્માણ કરાવ્યું છે. દેવી માતા ભદ્રકાળીના મંદિરમાં પહેલા મહિલાઓના પ્રવેશ કરવા પર વર્જિત હતું પરંતુ દેવી માતા ભદ્રકાળીએ પોતાના ભક્તના સપનામાં આવીને દર્શન આપે છે અને મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવા માટે આદેશ આપે છે.

image source

તે સમયે જેટલા પણ ભક્તો મંદિરમાં હાજર હોય છે, તે ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે, દેવી માતા ભદ્રકાળી આ ગામમાં પ્રકટ થયા હતા. ત્યાર પછી અહિયાં આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજના દિવસ સુધી દેવી માતાના આ શક્તિપીઠ પર આવતા જે પણ ભક્તો હોય છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

image source

ચંબા જીલ્લામાં આવેલ દેવી માતા ભદ્રકાળીના મંદિરમાં થતા ચમત્કારને જોઇને ભારત દેશના વૈજ્ઞાનિકો પણ નવાઈ પામ્યા છે કે, અંતે મૂર્તિને થતો પરસેવો આવે છે ક્યાંથી? આપણા દેશના ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે. પરંતુ તેમને પણ મૂર્તિને પરસેવો ક્યાંથી આવે છે તેના વિષે કોઈ સચોટ જવાબ કે પછી યોગ્ય કારણ જાણવામાં સફળ થયા નથી.

Source: quickjoins

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ