આ વખતે માતાજી આવી રહ્યા છે ઘોડા પર સવાર થઈને – જાણો તમારા જીવન પર તેની અસર શું રહેશે
આ વખતે માતાજી આવી રહ્યા છે ઘોડા પર સવાર થઈને – જાણો તમારા જીવન પર તેની અસર શું રહેશે
આ વખતે નવાત્રી આઠ દિવસની રહેશે. અષ્ટમી અને નોમની તીથીએ દુર્ગાપૂજા એક જ દિવસે કરવામાં આવશે. નોમની તીથીના દિવસે વિજયાદશમીનો ઉત્સવ મનાવવામાં આવશે.

પુરુષોત્તમમાસ પુર્ણ થયા બાદ 17મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થશે અને દશેરાની ઉજવણી 25મી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આમ આ દિવસે નવરાત્રીની ઉજવણી નવ દિવસ નહીં પણ 8 દિવસ જ કરવા મળશે. તેનું કારણ તીથીઓમાં આવેલી ઉતર ચઢ છે. 24મી ઓક્ટોબરની સવારે છ વાગીને 58 મિનિટ સુધી આંઠમ છે અને ત્યાર બાદ નોમ શરૂ થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બે તિથીઓ એક જ દિવસમાં આવી રહી છે.

માટે આઠમ અને ત્યાર બાદ નોમની પુજા એક જ દિવસે થશે. જ્યારે નોમના દિવસે સવારે 7 વાગીને 41 મિનિટ બાદ દશમની તિથિ શરૂ થઈ જશે. તે કારણસર દશેરાની ઉજવણી અને અપરાજિતા પૂજન એક જ દિવસે યોજાશે. આમ 17મી ઓક્ટોબરથી 25મી ઓક્ટોર વચ્ચે નવ દિવસમાં દસ દિવસનો ઉત્સવ પુરો થઈ જશે. નવરાત્રીનો એક દિવસ ઘટવો તે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શુભ નથી માનવામા આવતું.

શુભ કાર્યો અટક્યા – શુભ કામો માટે જોવાઈ રહી છે નવરાત્રીની રાહ
આ દિવસોમાં એટલે કે હાલ અધિકમાસ ચાલી રહ્યો છે, અને અધિકમાસમાં શુભ કાર્યો કરવામા નથી આવતા. માટે લોકો શુભ કાર્ય માટે નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. નવરાત્રીથી શુભ કાર્યો તેમજ લગ્નો શરૂ થઈ જશે.
જ્યોતિષશાસ્ત્રીઓ આ વિષે જણાવે છે કે અધિકમાસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, ચૂડા કર્મ, નામ કરણ તેમજ અન્ય માંગલિક કામ કરવાનું શુભ નથી માનવામા આવતું. 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ રહેશે. આ દરમિયાન પંડીતો પાસે કામ નહીં હોય. અધિકમાસના કારણે આ વખતે નવરાત્રી એક મહિનો મોડી આવી રહી છે. જ્યારે દર વખતે પિતૃ પક્ષ પુર્ણ થતાં જ નવરાત્રીની શરૂઆત થઈ જાય છે.

આ વખતે ઘોડા પર સવાર થઈને આવશે દુર્ગામાતા
હિન્દુ પંચાંગ પ્રમાણે આશો મહિનાના શુક્લ પક્ષની એકમના દિવસથી શારદીય નવરાત્રી શરૂ થાય છે. આ વખતે 17 ઓક્ટેબરથી નવરાત્રી બેસી રહી છે. હાલ અધિક મહિનો ચાલી રહ્યો છે અને અધિક માસમાં કોઈ જ તહેવાર ઉજવામાં નથી આવતો કે કોઈ શુભ કામ પણ નથી કરવામા આવતા.

આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત શનિવારના દિવસથી થઈ રહી છે. તેવામાં દેવીભાગવત પુરાણમાં કહેવામાં આવેલા શ્લોક પ્રમાણે માતાજીનું વાહન ઘોડો હશે. અશ્વ પર માતાનું આગામન છત્ર ભંગ, પાડોશી દેશ સાથે યુદ્ધ, વાવાઝોડું, તોફાન લાવનાર હોય છે. તેવામા આવનારા વર્ષમાં કેટલાક રાજ્યોમા સત્તામાં ઉથલપાથલો પણ થઈ શકે છે. સરકારે કોઈક બાબતને લઈને લોકોનો વિરોધનો પણ સામનો કરવો પડી શકે છે. ખેતીના મામલામાં આવનારું વર્ષ સામાન્ય રહેશે. દેશના ઘણા ભાગોમાં ઓછો વરસાદ પડશે અને તેના કારણે ખેતીને નુકાસન પણ થશે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,