ॐનું ઉચ્ચારણ કરવાથી થાય છે ધન લાભ, આ સાથે સ્વાસ્થ્યને પણ થાય છે અઢળક લાભ, જાણો કેવી રીતે

ત્રણ અક્ષરો અ, ઉ અને મ્ ને મિશ્રિત કરીને શબ્દ બને છે ॐ. જે ઇશ્વરના ત્રણ સ્વરૂપો બ્રહ્મા, વિષ્ણુ મહેશનું સંયુક્ત રૂપ છે. ઓમમાં જ સર્જન, પાલન અને સંહારનો સમાવેશ થાય છે, ઓમના યોગ્ય પ્રયોગથી જીવનની દરેક સમસ્યા દૂર કરી શકાય છે.

ॐ શબ્દમાં સંપૂર્ણ સૃષ્ટિ સમાચેલી છે. ઓમના ધ્વનિ વગર કોઈ પણ સંયોગ અથવા અથડામણના સંપૂર્ણ બ્રહ્માંડમાં ગુંજતી રહે છે. માટે તેના ઉચ્ચારણથી તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. આ ધ્વની મનુષ્યના સાંભળવાની ક્ષમતાથી ઘણો ઉંચો છે. પણ જે લોકો ધ્યાનના ઉંડાણમાં ઉતરવાનું જાણે છે તેઓ આ ચમત્કારી ધ્વનીને સાંભળી શકે છે.

image source

ॐ શબ્દનું મહત્ત્વ

કેહવાય છે કે ॐના ધ્વનીમાં આખુંએ બ્રહ્માંડ સમાયેલું છે. આ શબ્દને સમયની શરૂઆતનો સૌથી પહેલો ધ્વની માનવામાં આવે છે. અને તે વર્તમાન અને ભવિષ્યને પણ પોતાનામાં સમાવિષ્ટ કરે છે.

ॐનો મહિમા

ત્રણ અક્ષરો અ, ઉ અને મ્ ને મિશ્રિત કરીને બનેલા ॐ ઇશ્વરના ત્રણ સ્વરૂપો બ્રહ્મા વિષ્ણુ અ મહેશનું સંયુક્ત સ્વરૂપ છે. ઓમના યોગ્ય ઉપયોગથી તમારા જીવનનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ઓમના યોગ્ય ઉચ્ચારણથી તમે ઇશ્વરને પામી શકો છો. ઓમનો ધ્વનિ એટલો પવિત્ર છે કે ઋષિ-મુનિઓએ દરેક મંત્રમાં પહેલાં ॐ જોડ્યો છે. કહે છે કે ॐની સાથે જોડાતા જ મંત્રની શક્તિ કેટલાએ ગણી વધી જાય છે, પણ આ ઇશ્વરિય શબ્દના ઉચ્ચારણના પણ કેટલાક નિયમો અને સાવધાનીઓ છે.

image source

ॐનું યોગ્ય ઉચ્ચારણ

ઓમ્ નું ઉચ્ચારણ બ્રહ્મ મુહૂર્તમાં કે પછી સંધ્યા સમયે કરવું જોઈએ. ઓમનો પુરો લાભ મેળવવા માટે ઉચ્ચારણની યોગ્ય ટેક્નીક શીખો. ઓમનું ઉચ્ચારણ કરતી વખતે તમારા કરોડરજ્જુને સીધા રાખો. ઉચ્ચારણ પુરુ થયા બાદ 10 મિનિટ સુધી જળનો સ્પર્શ ન કરવો.

ॐનો ચોક્કસ અને સરળ પ્રયોગ

જમણા હાથમાં તુલસીનું એક મોટું પાંદડુ લઈ ઓમ્ નો 108 વાર જાપ કરો. ત્યાર બાદ તે પાંદડાને પાણીમાં નાખી દેવું અને આ જ પાણી તમારે પી જવું. આ પ્રયોગ દરમિયાન તમારે તામસી આહાર ન કરવો જોઈએ. તેનાથી તમને સારા સ્વાસ્થ્યનું વરદાન મળશે. જ્યોતિષ જાણકારોનું એવું માનવું છે કે ઇશ્વરીય શક્તિ ધરાવતા ॐના ઉચ્ચારણથી તમારા ઘરના મોટામાં મોટા વાસ્તુ દોષ દૂર થઈ શકે છે. જો વાસ્તુ દોષના કારણે તમારા જીવનમાં બધું જ ખરાબ થઈ રહ્યું હોય તો કરો ॐનો આ પ્રયોગ.

image source

આ રીતે પણ મળશે લાભ

ઘરના મુખ્ય દ્વારની બન્ને બાજુ સિન્દુરથી સ્વસ્તિક બનાવો. મુખ્ય દ્વારની ઉપર ॐ લખો ॐનો આ પ્રયોગ મંગળવારની સવારે કરો. તેનાથી વાસ્તુ દોષમાંથી છુટકારો મળે છે. જો તમને પણ ધનને લગતી સમસ્યાઓ રહેતી હોય તો ॐના આ અદ્ભુત પ્રયોગથી તમારી તીજોરી એક વારમાં જ ભરાવા લાગશે.

ઓમ્ ના ઉચ્ચારણથી તમારા શરીરને થાય છે અઢળક લાભ

માનસિક તાણ દૂર કરીને મનને શાંત બનાવે છે ઓમ્ નું ઉચ્ચારણ

image source

ઓમ મંત્રનો જાપ કરતા તમને માત્ર 2થી ત્રણ મિનિટની અંદર જ તાત્કાલીક લાભ જોવા મળશે. તમે ફીલ કરશો કે તમારું મગજ હળવું થવાનુ શરૂ થઈ જશે અને તમારુ શરીર ઢીલું પડવા લાગશે કારણ કે દરેક પ્રકારની ચિંતા અને તાણ શરીરની બહાર નીકલી જાય છે. તમારા હૃદયની ગતિ ધીમી થવા લાગશે અને તમે આંતરિક શાંતિની લાગણી અનુભવશો.

ધ્યાન અને એકાગ્રતાને સુધારે છે ઓમનો જાપ

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓમનું ઉચ્ચારણ કરે છે ત્યારે તે વ્યક્તિની એકાગ્રતા અને ધ્યાનની ક્ષમતામાં સુધારો જોવા મળશે. જો કે આ ફરેફાર તમને એક-બે દિવસમાં જોવા નહીં મળે પણ તેના માટે તમારે કેટલાક દિવસો સુધી પ્રેક્ટિસ કરવી પડશે.

શરીર તેમજ મગજને ડીટોક્સ કરે છે ઓમ્ નો જાપ

image source

ઓમનું ઉચ્ચારણ કરવાથી આપણા શરીર તેમજ મગજમાં હાજર નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ મળે છે. ઓમના કંપનની આપણા શરીર પર લગભગ તરત જ અસર થાય છે. ઓમનું ઉચ્ચારણ કરવાથી શરીર ઢીલું પડે છે મગજ હળવુ થાય છે અને શરીર લય અને કંપન ઉર્જાની સાથે સાથે પોતાને લયબદ્ધ કરવાનું શરૂ કરે છે અને આ જ પ્રભાવ શરીરને ડીટોક્સ એટલે કે શરીરને અંદરથી સાફ કરવામા મદદ કરે છે.

હૃદયના ધબકારાને સંતુલિત બનાવે છે ઓમનો જાપ

ઓમ મંત્રનું ઉચ્ચારણ કરવાથી હૃદયને શાંત કરવામાં મદદ મળે છે અને તેની અસર તરત જ દેખાય છે. તમે પણ ક્યારેક એ ફીલ કર્યું હશે કે જ્યારે તમે ખૂબ વધારે ચિંતા કરતા હોવ ત્યારે તમારા હૃદયના ધબકારા ઝડપી બની જાય છે. આવા સમયે તમારે ઓમ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી તમને તરત જ મદદ મળશે. તમારી આંખો બંધ કરીને તમારે ઓમ મંત્રનો શાંતિથી જાપ કરવો, ઓમના કંપનને શરીરની અંદર જવા દેવું અને ધીમે ધીમે તે હૃદયનિ ગતિને શાંત કરી દેશે.

બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે ઓમનું ઉચ્ચારણ

image source

હૃદયની ગતિની સાથે સાથે, ઓએમ મંત્રનું કંપન તમારા શરીરની દરેક કોશિકાને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. તેનો પ્રભાવ કે અસર તાત્કાલીક નથી દેખાતો પણ 30 મિનિટ સુધી રોજ નિયમિત રીતે ઓમનો જાપ કરશો તો તમારા બ્લડ પ્રેશરને તે ચોક્કસ સંતુલિત બનાવવામાં મદદ કરે છે.

મૂડસ્વિંગની સમસ્યા દૂર કરે છે ઓમનું ઉચ્ચારણ

નિયમિત જપથી ઓમનું ઉચ્ચારણ કરવાથી મૂડ સ્વિંગની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે અને વ્યક્તિની કાર્ય ક્ષમતા અને પ્રદર્શનમાં સુધારો જોવા મળે છે. આ રીતે કહી શકાય કે નિયમિત રીતે ઓમનો જાપ કરવાથી તમે તમારા વ્યક્તિગતની સાથેસાથે પ્રોફેશનલ જીવન પર પણ હકારાત્મક અસર ઉભી કરી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ