પૂર્વ જન્મમાં ચોર હતા કૂબેર દેવ, શિવજીના વરદાનથી બન્યા ધનના દેવતા…

તમે ગમે તેટલું સતસંગ કરી લો પાઠ કરી લો છેવટે તેનો મુખ્ય ઉદ્દેશ મનની શાંતિ નહીં પણ ધનની પ્રાપ્તિ હોય છે. આજે કરોડપતીથી માંડીને ઝૂપડામાં રહેનાર વ્યક્તિ જે કોઈ પુજા ધ્યાન કે હવન કરે છે તેની પાછળનો ઉદ્દેશ સુખી અને સંપન્ન થવાનો જ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by LAMA THANKA PAINTING SCHOOL. (@lama_thanka) on


સુખી સપન્ન એટલે કે ધન સંપન્ન થવા માટે હીન્દુ ધર્મમાં લક્ષ્મી માતા અને ધનના દેવતા કૂબેરની પૂજા કરવીમાં આવે છે. માતા લક્ષ્મીની તો તમે ઘણી કથાઓ સાંભળી હશે. પણ શું તમે ધનકૂબેર વિષેની આ અજાણી વાત જાણો છો ?

ધન કૂબેરની કથા પ્રમાણે તેમનો પૂર્વ જન્મ એક ચોર નો હતો અને એ જન્મમાં તેમને શિવજીનું વરદાન મળતા તેઓ પછીના જન્મે કૂબેર દેવ બન્યા.

 

View this post on Instagram

 

A post shared by yateendra (@yateendra14) on


તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ ધનના દેવતા કૂબેરની કથા. એક પૌરાણીક કથા પ્રમાણે કૂબેર દેવ પોતાના આગલા જન્મમાં ગુણનિધી નામના ગરીબ બ્રાહ્મણ હતા. તેમણે એક બ્રાહ્મણ તરીકે પોતાના પિતા પાસેથી બ્રાહ્મણની સંપૂર્ણ શીક્ષા મેળવી હતી. પણ તેઓ મોટા થતાં થતાં ધીમે ધીમે ખોટા રસ્તે ચડી ગયા અને ચોરી કરવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by [email protected] 28.04 (@uvi_k) on


તેઓ માત્ર ઘરો કે દૂકાનોમાં જ ચોરી નહોતા કરતાં પણ તેઓ મંદીરોમાં પણ ચોરી કરતા હતા કારણ કે તે જમાનામાં ઘર કરતાં વધારે ધન મંદીરોમાં રહેતું હતું. એક દીવસ તેઓ એક શિવાલયમાં ચોરી કરવા ગયા. આ મંદીરમાં ધનનો ભંડાર હતો. પણ શિવાલયમાં ખુબ અંધારુ હતું. ગુણનિધિ કશું જોઈ નહોતા શકતા તેમણે શીવાલયમાંનો દીવો પ્રગટાવ્યો પણ પવનના કારણે તે ઓલવાઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Bhavesh KamlaParvati Katira (@real_rarespecies) on


તેમણે ફરીવાર દીવો પ્રગટાવ્યો પણ વારંવાર દીવો પવનના કારણે ઓલવાઈ જતો હતો. પણ તેમનો આ પ્રયત્ન તેમણે ચાલુ જ રાખ્યો. પણ આપણા ભોળા ભંડારી ભગવાન શંકરે તો આ એક ભક્તની ભક્તી સમજી લીધી. અને આ ચોર પર પ્રસન્ન થઈ ગયા અને તેને આવતા જન્મે ધનના દેવતા તરીકેનું વરદાન આપી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Susan Shakya (@susanshk) on


પછીના જન્મે બન્યા ધન કૂબેર દેવતા

કૂબેરને ધનના રક્ષક માનવામાં આવે છે. તેમનું બીજું નામ યક્ષ છે જેનો અર્થ થાય છે રક્ષક. તમે જોશો કે ઘણા બધા પૌરાણિક મંદીરના બહારના ભાગમાં કૂબેરની મૂર્તિઓ મુકવામાં આવે છે તેની પાછળનું કારણ પણ કદાચ મંદીરમાંના ધનના રક્ષણનું જ હશે.


આ ઉપરાંત કૌટિલ્ય પુસ્તકમાં પણ ખજાનાની સંભાળ રાકનાર તરીકે કુબેરનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુબેર એ બીજી કોટીના દેવતા છે. તેમને દેવતાઓના ધનના રક્ષક માનવામાં આવે છે તેમને માતા લક્ષ્મીની સમકક્ષ ગણવામાં નથી આવતા. અને માટે જ ધન કૂબેરની પુજા નહીં પણ લક્ષ્મીની પુજા વધારે કરાય છે.

જોકે લક્ષ્મીના ધનને ચંચળ માનવામાં આવે છે. તમે ઘણીવાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે લક્ષ્મી તો ચંચળ હોય છે આજે છે અને કાલે નહીં. જ્યારે કુબેરના ધનને સ્થાયી તેમજ ખજાના સમાન માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.