પંચામૃતનો ઉપયોગ કરો છો? તેનું મહત્ત્વ, આયુર્વેદીક ફાયદા અને તેને બનાવવાની સરળ રીત…

પંચામૃત અથવા તો પંચઅમૃતમ એ પાંચ સામગ્રીઓનું મીશ્રણ છે, દૂધ, દહીં, મધ, સાકર અને ઘીનું. ખાસ કરીને તેનો ઉપયોગ હીન્દુ પુજા તેમજ કેટલીક ધામિર્ક વીધી માટે થાય છે. પંચામૃત શબ્દ તે બે શબ્દોનું સંયોજન છે – પંચ એટલે કે પાંચ અને અમૃત જેને અમરત્ત્વનું એક પવિત્ર આસવ માનવામાં આવે છે. પંચામૃત એ મોટા ભાગની હીન્દુ પુજામાં એક ખુબ જ મહત્ત્વનું તત્ત્વ છે અને તેને ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. પુજા દરમિયાન ભગવાનને તે ચડાવવામાં આવે છે અને ત્યાર બાદ ભક્તોમાં તેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.


આયુર્વેદ પ્રમાણે. આ પાંચ સામગ્રીઓ કે જેને પંચામૃત બનાવવા માટે વાપરવામાં આવે છે તેના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ પણ છે અને જ્યારે આ બધી જ સામગ્રીઓ ભેગી થાય છે ત્યારે તે આપણને રોગપ્રતિરોધક ક્ષમતા તેમજ પ્રાણશક્તિ આપે છે. નીચે અમે આયુર્વેદ દ્વારા જણાવવામાં આવેલા પંચામૃતના કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિષે જણાવીશું.


પંચામૃતના આયુર્વેદીક સ્વાસ્થ્ય લાભો

• ત્વચાને પોષણ આપે છે અને તેને સ્વસ્થ તેમજ ચમકતી રાખે છે

• વાળને સ્વસ્થ બનાવે છે

• રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે


• શારીરિક બળમાં સુધારો કરે છે

• મગજની કાર્યક્ષમતાને સુધારે છે

• પિત્તદોષને સંતુલિત કરે છે

• પુરુષોમાં જાતીય ક્ષમતા સુધારે છે

• ગર્ભાવસ્થા દરમિયાન લેવાથી ફાયદા થાય છે.

પૌરાણિક લાક્ષણીક અર્થ અને પંચામૃતમાં વપરાતી પાંચ સામગ્રીઓના ફાયદાઓ

– દૂધ (પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતિક)


પારંપરિક રીતે, ગાયનું દૂધ પંચામૃતમાં વાપરવામા આવે છે. આયુર્વેદ પ્રમાણે, ગાયના દૂધમાં શરીર તેમજ મગજને શિતળતા આપવાની ક્ષમતા રહેલી હોય છે. ઓજસ – આપણી રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર એક તત્ત્વ – ને સુધારે છે. રોજ ગાયનું દૂધ પીવાથી તે આપણા શરીરને આંતરિક રીતે પુનર્જિવીત કરે છે અને બહારથી તે શરીરના કોષોને પોષણ આપે છે. તે આપણા સાર્વત્રીક સ્વાસ્થ્ય અને બળમાં સુધારો કરવામાં મદદ કરે છે.

– દહીં (પ્રગતિ અને સારા જીવનનું પ્રતિક)


દહીં આપણા શરીરને ઠંડક આપે છે. તે આપણા પાચનતંત્રને સુધારે છે. તે વાત દોષને સંતુલિત કરે છે. દહીં એ જ માત્ર એકલો એવો આથો લાવેલો ખોરાક છે જેને આયુર્વેદમાં સાત્વિક માનવામાં આવે છે.

– મધ (મીઠી વાણી અને એકતાનું પ્રતિક છે કારણ કે તેને મધમાખીઓ દ્વારા મળીને બનાવવામાં આવે છે)

આયુર્વેદના લખાણો પ્રમાણે, મધ જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમના માટે ફાયદાકારક છે. તે ત્વચાના રંગમાં સુધારો કરે છે અને તેને કોમળ બનાવે છે. મધ એક ખુબ જ સરળ રીતે પચી જતો ખોરાક છે જે ખાધા બાદ તરત જ તે તમારા રક્તપ્રવાહમાં ભળી જાય છે. તે કારણસર ઘણીબધી આયુર્વેદીક દવાઓને મધ સાથે લેવાની ભલામણ કરવામાં આવે છે. પણ તમારે હંમેશા શુદ્ધ મધ જ ખાવું જોઈએ.

– સાકર (મીઠાશ અને પરમાનંદનું પ્રતિક)


સાકરને આયુર્વેદમાં સદીઓથી ઉપયોગમાં લેવામાં આવી છે. પારંપરિક રીતે માત્ર સાકર જેને ઇંગ્લીશમાં રોક સુગર અને ભારતની કેટલીક ભાષાઓમાં મીશ્રી પણ કહેવામાં આવે છે તેને આયુર્વેદીક પદ્ધતિથી બનાવવામાં આવતા કેટલાક સીરપ અને ચૂરણમાં વાપરવામાં આ છે. કારણ કે તેમાં એક અનોખી હર્બલ પ્રોપર્ટી રહેલી છે. સાકર શરીર માટે ઠંડક પહોંચાડનારી છે આ ઉપરાંત પણ તેના અન્ય કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ પણ છે. આપણે આપણા રોજિંદા ઉપયોગ માટે જે રીફાઇન્ડ ખાંડ વાપરીએ છીએ તેના કરતા સાકર ક્યાંય વધારે ઉત્તમ છે.

– ઘી (વિજય અને જ્ઞાનનું પ્રતિક)


આયુર્વેદ આપણને શીખવે છે કે ઘીનો ખોરાકમાં ઉપયોગ તે આપણને ઘણા બધા લાભ પહોંચાડે છે જેમાં મગજની સ્પષ્ટતા, પોષણ, અને સ્વસ્થ પાચનનો સમાવેશ થાય છે. આયુર્વેદ પ્રમાણે, જ્યારે આ પાંચ સામગ્રીઓને ભેગી કરવામાં આવે છે ત્યારે તેમના ગુણોમાં ઓર વધારો થાય છે.

પંચામૃતના આયુર્વેદિક લાભો


1. તમારી રોગપ્રતિકાર શક્તિ વધે છે અને તમારા શારીરિક બળમાં પણ સુધારો થાય છે

પંચામૃતમાં સપ્ત ધાતુને પોષણ આપવાનું સામર્થ્ય હોય છે. આ સપ્ત ધાતુઓ આપણા શરીરના સ્વાસ્થ્ય તેમજ તેની રોગપ્રતિકારક શક્તિ માટે ખાસ જવાબદાર હોય છે. નીચે આપણા શરીરમાંની સપ્તધાતુઓ વિષે જણાવામાં આવ્યું છે.

• શુક્ર ધાતુ (પ્રજનન પેશીઓ)

• મજ્જા ધાતુ ( બોનમેરો અને નર્વસ ટીસ્યુઝ (મજ્જાતંતુઓ અને કરોડરજ્જુઓ)

• અસ્થી ધાતુ (હાડકા, દાંત)

• મેદ ધાતુ (ચરબીની પેશીઓ)

• મમ્સા ધાતુ (સ્નાયુઓની પેશીઓ)

• રક્ત ધાતુ (રક્ત કોષો)

• રસ ધાતુ (પ્લાઝમા)


2. મગજની કાર્યક્ષમતાને પુનર્જીવીત કરે છે

પંચામૃતનું જો નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી બુદ્ધિ, યાદશક્તિ, ગ્રહણ શક્તિ, રચનાત્મક સક્ષમતા વિગેરેમાં વધારો થાય છે. તે મગજ માટે એક સારું ટોનિક છે. જો ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવામાં આવે તો તે બાળકના મગજનો વિકાસ કરવામાં મદદ કરે છે.


3. ત્વચાને પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે

પંચામૃત એક કુદરતી સ્કીન ક્લીન્ઝર છે. તે સ્વસ્થ ત્વચાના કોષોના વિકાસને પ્રોત્સાહન આપે છે. તે ત્વચાના કોષોને યોગ્ય પોષણ આપે છે અને તેનાથી તમારી અંદરથી જ તમારી બાહ્ય ત્વચાને ચમકદાર બનાવે છે.


4. પિત્તને સંતુલીત કરે છે

પંચામૃતમાં પિત્ત સંતુલીત કરવાની સક્ષમતા રહેલી છે. પંચામૃતનું નિયમિત સેવન શરીરમાંની હાયપરએસીડીટી અને પિત્તના અસંતુલનને કારણે થતી આડઅસરોમાં પણ રાહત આપે છે.

5. વાળને સ્વસ્થ બનાવે છે

ઉપર જણાવ્યા પ્રમાણે, પંચતંત્ર આપણા શરીરની સપ્તધાતુને પોષણ પુરુ પાડે છે. તે સાત ધાતુઓમાંની એક છે અસ્તી ધાતુ જે આપણા હાડકા અને વાળના નિર્માણ માટે જરૂરી છે. હાડકા અને દાંતના નિર્માણની પ્રક્રિયામાંથી જે આડ પેદાશો નીકળે છે તે છે વાળ અને નખ. જ્યારે અસ્તી ધાતુ વ્યવસ્થિત રીતે પોષણ પામેલી હોય છે ત્યારે તેના કારણે તમારા વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે.

6. પુરુષોમાં જાતીય ક્ષણતા સુધારે છે

શુક્રધાતુના પોષણથી પુરુષોમાં જાતિય ક્ષમતામાં સુધારો આવે છે. તે સ્ત્રીઓનું પ્રજનનતંત્ર પણ મજબુત બનાવે છે.


પારંપરીક આયુર્વેદિક પંચામૃત રેસીપીઃ

– સાકર 1 ટી સ્પુન

– દહીં 1 ટી સ્પુન

– મધ 1 ટી સ્પુન

– દૂધ 4થી 5 ટી સ્પૂન (ગાયનું દૂધ ઉત્તમ)

– ઘી 2 ટી સ્પુન (ગાયનું ઘી ઉત્તમ)

ઉપર જણાવેલી બધી જ સામગ્રીઓને ઉપર જણાવેલી માત્રામાં લો અને તેને બરાબર મિક્સ કરી લો. બસ, તૈયાર થઈ ગયું પંચામૃત એ પણ સ્વાદિષ્ટ પંચામૃત.


નોંધ – હંમેશા તાજુ પંચામૃત જ ખાવું જોઈએ, કારણ કે તે થોડા કલાકો સુધી જ ખાવા યોગ્ય રહે છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, ઘી અને મધને એક સરખા પ્રમાણમાં ક્યારેય લેવું જોઈએ નહીં. માટે ઉપર જણાવેલા પ્રમાણને ખાસ અનુસરવું જોઈએ.
પંચામૃત બનાવતી વખતે હંમેશા, સ્ટેઇનલેસ સ્ટીલ, સીરામીક અથવા કાચના વાસણનો ઉપયોગ કરવો. તેમ કરવાથી તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ રીએક્શન ઉભુ નહીં થાય. પારંપરિક રીતે તો ચાંદીના કટોરાનો ઉપયોગ પંચામૃત બનાવવા માટે કરવામાં આવતો હતો. તેમ કરવાથી તેમાં ચાંદીના ગુણોનો પણ ઉમેરો થતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.