પૂનમના દિવસે ખાસ આ પાઠ કરીને આ વસ્તુઓનું કરો દાન, ઘરમાં થશે ધનની પ્રાપ્તિ અને સાથે-સાથે થશે અનેક દૂખો પણ દૂર

મળમાસ પુનમના દિવસે ધન લક્ષ્મીની ઈચ્છા ધરાવનાર અજમાવી શકે છે આ ઉપાયો. માતા લક્ષ્મીના મેળવવા ઈચ્છો છો આશીર્વાદ તો મળમાસ પુનમના દિવસે કરો આ ઉપાય.:

આસો અધિક માસના શુક્લ પક્ષની પુનમની તિથિને મળમાસની પુનમ તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં મળમાસની પૂનમનું વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે આ તિથિ તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૦ ગુરુવારના રોજ આવી રહી છે. આ સાથે જ મળમાસની પુનમના દિવસનું મહત્તા વધારે વધી જાય છે. મળમાસના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે અને પુનમ મહાલક્ષ્મીને સમર્પિત છે, આ શુભ સંયોગ ૧૬૫ વર્ષ પછી બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ શુભ દિવસ પર માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ ઉપાય આપને શુભ ફળ પ્રદાન કરશે. જેનાથી આપના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે અને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી થશે નહી. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ આ ઉપાયો વિષે…

image source

-મળમાસ પુનમ પર કરો એમનો પાઠ.:

મળમાસની પુનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવાથી માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે જ મૃત્યુ પછી વૈકુંઠ ધામની પણ પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રોમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠને ખુબ જ પવિત્ર જણાવ્યા છે. એનાથી આપનો ભાગ્ય ઉદય થાય છે અને ધન- ધાન્યની વૃદ્ધિ થાય છે.

-મળમાસ પુનમના દિવસે કરો આ વસ્તુનું દાન.:

image source

મળમાસ પુનમની તિથિના દિવસે વસ્ત્ર અને અન્નનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરના સભ્યોની વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અને આપના જીવનની બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ સાથે જ ગ્રહ- નક્ષત્ર પણ અનુકુળ પરિણામ આપવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવાયું છે કે, દાન કરવાથી માતા લક્ષ્મીના પણ આશીર્વાદ મળે છે, જેનાથી આપને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

-મળમાસ પુનમ પર માતા લક્ષ્મીને ચઢાવો આ વસ્તુ:

image source

મળમાસની પુનમના દિવસે દેવી લક્ષ્મીને કમળ કે પછી ગુલાબના ફૂલ અર્પિત કરવા જોઈએ. આ સાથે જ સવારે અને સાંજે માતા લક્ષ્મીની પૂજા- અર્ચના અને આરતી કરો. માતા લક્ષ્મીના પ્રસાદમાં લવિંગ જરૂરથી મુકવું જોઈએ અને પૂજા કરી લીધા પછી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો, આ સાથે જ એક લવિંગને સંભાળીને પોતાના પાકીટમાં પણ રાખી લેવું જોઈએ. આમ કરવાથી કર્જની સમસ્યાઓ માંથી મુક્તિ મળશે અને ધન કોષમાં વૃદ્ધિ થશે.

-ઐશ્વર્ય માટે મળમાસ પુનમ પર કરો આ પાઠ.:

image source

પુનમના દિવસે માતા લક્ષ્મી સ્તોત્ર કે પછી કનક ધારા સ્તોત્રનું પઠન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે, આ બંનેના પાઠ કરવાથી બધા પ્રકારની રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને રાજયોગ પ્રાપ્ત થાય છે. આ સાથે જ શત્રુઓથી પણ મુક્તિ મળે છે. ઇન્દ્ર દેવ દ્વારા રચવામાં આવેલ આ પાઠથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને અપાર ધન- સંપદાના માલિક બને છે.

-સૌભાગ્ય માટે મળમાસ પુનમ પર આપો આ વસ્તુ.:

image source

મળમાસની પુનમના દિવસે દેવી લક્ષ્મીનું ધ્યાન કરીને કોઈ સૌભગ્ય મહિલાને સૌભાગ્યની સામગ્રીને ભેટમાં આપો. કેમ કે, સૌભાગ્યવતી મહિલાઓના માતાની સમાન માનવામાં આવ્યા છે. એનું દાન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ભાગ્ય પણ સાથ આપવાનું શરુ કરી દે છે. આ સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને વૈવાહિક જીવનનું સુખ પણ પ્રાપ્ત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ